તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આખરે તાપી જિલ્લામાં 55 મલ્ટી પરપઝ હેલ્થવર્કરની જગ્યા ભરાઇ

વ્યારા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરંતુ 38 ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા હજી પણ ખાલી

તાપી જિલ્લા પંચાયત તાપી - વ્યારા હસ્તકના આરોગ્ય શાખા હેઠળના પ્રા. આ . કેન્દ્રો ખાતે મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પ્રક્રિયા 2017 પછી ભરવામાં આવી નથી . જેના કારણે મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ૫૫ અને ફિમેલ હેલ્થ વર્કર લીવ રીઝર્વની 38 એમ કુલ 93 જગ્યાઓ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ની ખાલી જગ્યા વાળા સબસેન્ટરોની જગ્યાઓ ના ભરાતા ગરીબ અને આદિવાસી પ્રજા આરોગ્ય સેવાથી કારોના મહામારી સમયે પણ વંચિત રહેવા પામી હતી .

મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોની 55 જગ્યાઓ ભરાતા કારોના સર્વેલન્સ , કોરોના રસીકરણ કામગીરી , આરોગ્ય શિક્ષણ તેમજ રોગચાળાને લગતી તમામ કામગીરી કોરોના શંકાસ્પદ કેસોનું ઝડપી સર્વેલન્સમાં અડચણ થતી હતી જેનો હાલ પુરતો ઉકેલ થવા પામ્યો છે . પરંતુ હેલ્થ વર્કરોની 38 જગ્યાઓ પ્રત્યે ઉપેક્ષા થી નારજગી યથાવત રહી છે .

વિવિધ તાલુકા મુજબ કરાયેલી ભરતી
{ સોનગઢ -15 { કુકરમુંડ -09 { વાલોડ -08 { ઉચ્છલ -07 { નિઝર -07 { વ્યારા નગર-04 { વ્યારા -02 { ડોલવણ -03 { કુલ 55
લીવ રીર્ઝવની જગ્યા પણ ભરવી જરૂરી
આ અંગે તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે પ્રા.આ.કેન્દ્રોમાં હાલ મોટી સંખ્યામાં કર્મચારીઓ સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે સંજોગોમાં લીવ રીઝર્વની મંજુર થયેલ ૩૮ જગ્યાઓ તાકીદે ભરવામાં આવે તો કોરોના મહામારીના સમયે આરોગ્ય કર્મચારીઓની અછતના પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો