તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં ભાજપનું કોકડું ગુંચવાયું:ત્રીજી યાદી જાહેર કર્યા બાદ પણ 2 નામો બાકી

વ્યારા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નંબર 3 અને 5નો પ્રશ્ન ઉકેલાયો પરંતુ વોર્ડ.નં 1માં મથામણ યથાવત

વ્યારા નગર પાલિકામાં કોંગ્રેસ દ્વારા બે દિવસ પેહલા એક સાથે 28 ઉમેદવારીની યાદી બહાર પાડી દેવાય છે. બીજી તરફ શાસક પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોના નામો બહાર પાડવા માટે મુશ્કેલીમાં મુકાઈ રહી છે. પ્રથમ ઉમેદવારીની યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કાર્ય હતા, બીજા દિવસે 6 નામ જાહેર કર્યા હતા. 6 ઉમેદવારોનાં નામો સસ્પેન્ડ રહેતા મૂંઝવણ વધી છે. સાથે વ્યારા ભાજપ દ્વારા ત્રીજી યાદી બહાર પાડી 4 ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા તેમ છતાં વોર્ડ 1 ના બે નામો જાહેર થવાના બાકી છે.

વ્યારા પાલિકાના 28 પૈકી 16 ઉમેદવારો જાહેર કરાયા હતા. ભાજપ દ્વારા રાત્રે જાહેર કરાયેલી યાદીમાં વિવાદ ઉભા થયો હતો. વોર્ડ-1 અને વોર્ડ-3માં એકપણ ઉમેદવાર જાહેર ન કર્યા હતા. જ્યારે વોર્ડ-5માં 1 ઉમેદવાર, વોર્ડ-6માં 2 ઉમેદવાર અને વોર્ડ-7માં 1 ઉમેદવાર બાકી રહ્યા હતા. વ્યારા નગર-પાલિકાએ 11/02/2021નાં રોજ બપોરે બીજી યાદી બહાર પાડી હતી. તેમાં પણ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

જેમાં વોર્ડ-1માં નયનાબેન હરીશભાઈ ગામીત, મહેશભાઈ ફરામભાઈ ગામીત, વોર્ડ-૩માં રતિલાબેન રાજનભાઈ ચૌધરી, વોર્ડ-6માં પ્રીતિબેન અતુલભાઈ શાહ, પરેશભાઈ ભીખુભાઈ શાહ અને વોર્ડ-7માં જમનાબેન નાનુભાઈ બિરાડેનાં નામ જાહેર કર્યા હતા. તેમ છતાં હજી 06 નામો જાહેર કરવાના બાકી રહેતા રાત્રે ત્રીજી યાદી બહાર પાડી હતી. જેમાં જયાર ત્રીજી યાદી માં વોર્ડ-3માં નીલમ બેન ગૌરાંગ ભાઈ શાહ, અલ્પેશભાઈ સખારામ પટેલ, કુલીન ભાઈ શિરીષભાઈ પ્રધાન જ્યારે વોર્ડ-5માં કલ્પેશભાઈ વામનભાઈ ભોયેનાં નામો જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો