તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Encouragement Increased By The Municipality Honoring The Workers Who Contributed In Keeping The Vyara Clean During The Epidemic.

પ્રોત્સાહન:મહામારીના કાળમાં વ્યારાને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા કર્મચારીઓનું સન્માન, પાલિકા દ્વારા કામદારોનું સન્માન કરી ઉત્સાહ વધારાયો

વ્યારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કર્મચારીને અવોર્ડ આપી સન્માન કરાયું. - Divya Bhaskar
કર્મચારીને અવોર્ડ આપી સન્માન કરાયું.

વ્યારા નગરપાલિકા દ્વારા નગરમાં સ્વચ્છતા રાખવામાં મહત્વનો ફાળો બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રોત્સાહન મળે એ માટે દર મહિને સારી કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ આપી સન્માન કરવાની કામગીરી હાથ ધરી છે. વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ અને પ્રમુખ મેહરનોજભાઈ જોખી દ્વારા કર્મચારી ઓને પ્રોત્સાહન મળે એ માટે સતત કામગીરી કરી રહ્યા છે, જે અંતર્ગત વ્યારા નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કર્મચારીઓ પ્રોત્સાહન મળે એવી કામગીરી કરી રહ્યા છે.

તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ -2021ની શરૂઆત થઈ ગઈ છે, જેમાં વ્યારા નગરપાલિકા પણ ભાગ લઈ રહ્યું છે, જેમાં દર મહિને સારી કામગીરી કરનાર કામદાર તેમજ ડ્રાઈવરો ને એવૉર્ડ આપવામાં આવે છે, જેમાં ઓક્ટોબર માસમાં સારી કામગીરી કરનાર સફાઈ કામદાર પિન્ટુભાઈ સંજયભાઈ ચૌધરી, ગુલાબભાઈ મોહનભાઈ રાઠોડ, રંજનાબેન રાજેશભાઈ ,દીપિકાબેન સુખાભાઈ સોલંકી, મોહનભાઈ સોમભાઈ રાઠોડ, અરુણા બેન પરમાર, રેખાબેન ધનસુખભાઈ, મુકેશભાઈ ( ડ્રાઇવર)ને ચીફ ઓફિસર અને પ્રમુખ અને આરોગ્ય અધિકારીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. દર માસે સફળ કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...