તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરણાં:વ્યારાની હોસ્પિટલમાં પગાર બાબતે કર્મચારીઓના ધરણાં

વ્યારા18 દિવસ પહેલા
 • કૉપી લિંક

વ્યારા નગર ખાતે આવેલી જનક સ્મારક હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના તંત્રને પગાર વધારાની રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ ન લાવતા આજરોજ કામ કરતા કર્મચારીઓ દ્વારા કામગીરીથી અળગા રહી એક દિવસ નો વિરોધ કરી હોસ્પિટલ ના આગણા માં બેસી ધારણા કર્યા હતા.

આ અંગે કર્મચારીઓ ના આગેવાન દેવેનભાઈ સી.ગામીતે એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમય અને હાલ કોવિડ ના કપરા સમય માં સતત ફરજ બજાવી રહેતા કર્મચારીઓએ ટ્રસ્ટી ઓને તથા ભુલાભાઈ વૈદિક ટ્રસ્ટના ટ્રસ્ટી ઓને પણ વારંવાર પગાર વધારા બાબતે વારંવાર મૌખિક રજુઆત કરવા છતા સંસ્થાએ ઓફીસ સ્ટાફમાં તથા નવા કર્મચારી આવેલ તેઓનો પગાર વધારો કરવામાં આવેલ છે.પરંતુ જે કર્મચારીઓ લાંબા સમયથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેઓનો કોઇપણ જાતનો પગાર વધારો તથા અન્ય ભથ્થાઓમાં કોઇપણ જાતનો વધારો કરવામાં આવેલ નથી.આ અંગે દેવેનભાઈ ગામીત એ જણાવ્યું હતું કે કેટલા વર્ષોથી હોસ્પિટલના તંત્ર સાથે પગાર વધારવા માટે માગણીના ચાલી રહી છે. પગાર વધારા બાબતે હોસ્પિટલ ના વહીવટી તંત્ર સાથે અગાઉ 2011 માં સમાધાન પણ થયો હતો. ત્યારથી બે વર્ષ એટલે 2013 સુધીમાં પગાર વધારો કરવાનો હતો.ત્યાર બાદ એટલે કે 2014 થી 2021 સુધી ના પગાર ડિફરન્સ કર્મચારીઓ મળે એવી માંગ સાથે ધરણા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો