તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીના ભાગરૂપે નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક તાપી જિલ્લા સેવા સદન ખાતે સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.જે.હાલાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં નોડલ અધિકારીએ ઉપસ્થિત રહી કામગીરી સમીક્ષા અહેવાલ રજૂ કર્યો હતો.નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા ચૂંટણી અધિકારી આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે દરેક ચૂંટણી અધિકારીઓએ નાનામાં નાની બાબતોથી અવગત રહેવું તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખૂબ જ તકેદારી રાખી ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવાની રહેશે.
કોવીડ 19ની સાવચેતી પણ રખાય તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હજારથી વધુ મતદારો હોય ત્યાં વધારાની આરોગ્યની ટીમની ગોઠવણીનું આયોજન કરવું. સેનેટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ,પી.પી.ઈ.કીટ જિલ્લાના તમામ સ્થળોએ પુરતા પ્રમાણમાં મળી રહે તે મુજબની વિતરણ વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને જણાવ્યું હતું.સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અને નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનિયાએ જણાવ્યું હતું કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
ફોર્મ ચકાસણી તેમજ ફરીફ ઉમેદવારોની યાદી તૈયાર થઇ જાય પછી ચૂંટણી અધિકારીના સંકલનમાં રહી મતદાર મથકવાર મતપત્રો જરૂરિયાતની આંકડાકીય માહિતી જુદા જુદા ચૂંટણી અધિકારીઓ પાસેથી મેળવી હરીફ ઉમેદવારોની યાદી મુજબના મતપત્રો નિયત કરેલી પ્રેસમાં છપાવવાની કામગીરી, વિતરણ વ્યવસ્થા, કામગીરીનું સંકલન, મોનીટરીંગ અને રીપોર્ટીંગ સમયસર કરવાનું રહેશે.
દરેક ઉમેદવારોએ ખર્ચના હિસાબો સમયસર રજૂ કરવામાં આવે તે ખર્ચના નોડલ અધિકારીએ જોવાનું રહેશે. વધુમાં ચૂંટણી અધિકારીએ સ્ટેશનરી મટીરીયલ્સ સાધન-સામગ્રીની જરૂરિયાત અંગે સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.કાયદો અને વ્યવસ્થા, પોસ્ટલ બેલેટ, પ્રચાર-મીડિયા, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, સ્ટાફ વેલફેર, તાલીમ મેનેજમેન્ટમટીરીયલ મેનેજમેન્ટ,હેલ્પ લાઈન અને ટેલીફોન કંટ્રોલરૂમ,ચૂંટણી સ્ટાફનું વ્યવસ્થાપન, ઉમેદવારોના હિસાબોનું મોનીટરીંગ, ઈ-ડેશબોર્ડની કામગીરી, ઈવીએમ સ્ટ્રોંગરૂમ-મતગણતરી હોલ તૈયાર કરાવવા તમામ નોડલ અધિકારીએ કામગીરી અહેવાલ રજૂ કર્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.