તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કરૂણ મોત:ઉચ્છલમાં તાપી નદીમાં હોડી ઉંધી વળી જતા આઠ ડૂબ્યા, એકનું મોત

તાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માછલી પકડવા જનાર ડૂબી જતા એકનો મૃતદેહ બહાર કઢાયો
  • એક જ ગામના આઠ લોકો માછલી પડકવા જતા ઘટના બની

ઉચ્છલમાં આવેલી તાપી નદીમાં એક જ ગામના આઠ લોકો માછલી પકડવા જતા હોડી ઉંધી વળી ગઈ હતી. જેથી આઠેય ડૂબવા લાગ્યા હતા. જેમાંથી સાત લોકો બહાર નીકળી ગયા હતા. જ્યારે એકનું ડૂબી જવાથી મોત થયું હતું.

સાતનો બચાવ થયો અને એકનું ડૂબી જતા મોત
મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે રહેતા મીરાજીભાઈ ગોડિયાભાઈ ગામીન ગામના આઠ લોકો સાથે હોડી લઈને તાપી નદીમાં માછલી પકડવા ગયા હતા. દરમિયાન અચાનક વરસાદ સાથે વાવાઝોડું આવતા લાકડાની હોડી ઉંધી વળી ગઈ હતી. જેથી હોડીમાં સવાર તમામ નદીમાં ડૂબવા લાગ્યા હતા. આઠ પૈકી સાત તરીને બહાર નીકળી ગયા હતા. જ્યારે મીરાજીભાઈ તાપી નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું.

6 મહિના પહેલા ઉચ્છલના કોંકણી પરિવારના 7ના મોત થયા હતા
6 મહિના પહેલા માર્ચ મહિનામાં ઘૂળેટીના દિવસે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતા કોંકણી પરિવારના 13 જેટલા સભ્યો તાપી નદીના ઉકાઈ જળાશયમાં ડૂબ્યા હતા. જેમાં 6નો બચાવ થયો હતો. જ્યારે 7ની શોધખોળ દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા હતા. આ પરિવાર ઉચ્છલ તાલુકાના ભીડખુદ ગામે વણઝારી ફોગારો વિસ્તારમાં હોડીમાં બેસીને પિકનીક કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ ભારે પવનને કારણે હોડી પલટી જતા બે નાની બાળકી તથા એક બાળક સહિત ડૂબી ગરક થયા હતા. એક જ ગામના કોંકણી પરિવારના સાતના મોતના થયા હતા.

માહિતીઃ સંદિપસિંહ ગોડાદરીયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો