આવેદન:ઇ-ગ્રામ વિસીઈના પડતર પ્રશ્નો અને પડતર માંગણી અંગે કાર્યવાહી કરવા માંગ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપીના વિવિધ તાલુકામાં ઈ-ગ્રામ વીસીઈના પડતર પશ્નો અને માંગણીઓ બાબતે નિરાકરણ કરી નવું મહેકમ ઉભું કરવા અંગે તાપી જિલ્લા વીસીઈ મંડળ ના પ્રમુખ મેહુલ પટેલ ની આગેવાની માં વ્યારા ના કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે .21.10.21 ના રોજ સુધીમાં કોઈ નિર્ણય નહી આવે તો 57 જેટલી ડીજીટલ સેવા સેતુ ની કામગીરી, આવકના દાખલા, વિધવા સહાય મગફળી રજીસ્ટ્રેશન તેમજ અન્ય તમામ કામગીરી બંધ કરી અચોકકસ મુદતની હડતાળ પર વીસીઇ જશે.

ગુજરાત રાજ્યની સરકારીની તમામ ડીઝીટલ કામગીરીની અમલવારી કામગીરી કરતા વીસીઈ (ઇ-ગ્રામ)ની માંગણીઓ છેલ્લા 2015 સરકાર સમક્ષ કરવામાં આવેલ છે.તેમજ 2020મા વીસીઈ મંડળ દ્વારા હડતાળનું એલાન કરેલ જેના અનુંસંધાનમા માનનીય ડે. મુખ્ય મંત્રી દ્વારા વીસીઈના પ્રશ્નો અને માંગણીઓ નું નિરાકરણ લાવવા અંગે સરકાર દ્વારા મૌખિક બાંહેધરી આપવામાં આવેલ હતી. જેથી વીસીઈ દ્વારા હડતાળ પાછી ખેંચી લીધી હતી અને કામગીરી ચાલુ રાખેલ હતી. પરંતુ આજે દિન સુધી સરકાર દ્વારા વીસીઈ( ઇ-ગ્રામ) દ્વારા માંગણીઓ અને પ્રશ્નોનું નિરાકરણ નહી લાવતા રજૂઆત હાથ ધરી છે. વ્યારા ખાતે અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ વીસીઈ મંડળ દ્વારા સતત 2016થી લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે.

પરંતુ સરકાર દ્વારા વીસીઈનું શોષણ અટકે અને કમિશન પ્રથા બંધ થાય એ માટે સકારાત્મક પગલાં ભરેલ નથી, જેથી નવીન મંત્રી મંડળ દ્વારા વીસીઈના પ્રશ્નો અને માંગણી ઓનો સ્વીકાર થાય અને વીસીઈ (ઇ-ગ્રામ) ના હિતમા ન્યાય મળે એવી માંગણી ઓ કરી છે. વધુમાં જણાવ્યા હતું કે વીસીઈ (ઈ-ગ્રામ) સરકાર સાથે વર્ષ 2006થી સંકળાયા છીએ પરંતુ વીસી ઈનું હક્કોને નુકશાન પોહચે છે અને વીસીઈનું ફક્ત શોષણ જ થાય છે, જેને ન્યાયના હિતમાં મળે અને કાયમી કર્મચારી બનીને અમો સરકારની પંચાયત વિભાગનું કાયમી અંગ બનીને એ માટે સરકાર સકારાત્મક નિર્ણંય કરે જો વીસીઈ (ઇ-ગ્રામ)ની માંગણીઓને 20/10/2021 સુધી સરકાર દ્વારા હકારત્મક નિર્ણય કરવા જરૂરી છે.

આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ 20 /10 /21 સુધી પ્રશ્નો અને માંગણીઓ બાબતે સરકારશ્રી દ્વારા હકારાત્મક નિર્ણય કરવામાં નહીં અને વીસીઇને સાચો ન્યાય નહિ આપવામાં આવે તો તા. 21 /10./21 ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કાર્યક્રમ ગુજરાતના તમામ વીસીઇ દ્વારા કરવામાં આવશે અને જ્યાં સુધી નિર્ણય નહી આવે ત્યાં સુધી 57 જેટલી ડીજીટલ સેવા સેતુ ની કામગીરી, આવકના દાખલા, વિધવા સહાય મગફળી રજીસ્ટ્રેશન તેમજ અન્ય તમામ કામગીરી બંધ કરી અચોકકસ મુદતની હડતાળ પર વીસીઇ જશે.

અન્ય સમાચારો પણ છે...