સમસ્યા:ઈન્દુ ગામ નજીક બ્રિજ પર ઉભેલી ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાતાં ચાલકનું મોત

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારાના ઈન્દુ ગામની સિમ માંથી પસાર થતા નેશનલ હાઇવે નમ્બર 53 પર આવેલ ઓવરબ્રિજ પર એક ટેન્કર બગડી જતા રોડ પર પાર્ક કરેલ હતું. દરમ્યાન પાછળથી આવતી ડાક પાર્શલ ની ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રક ના ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ક્લીનર ને ઈજાઓ થવા પામી હતી. જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સુરત ધુલિયા હાઈવ 53 પર વ્યારા તાલુકા ના ઈન્દુ ગામની સિમ માં પસાર થતા ઓવરબ્રિજ પર એક રિલાયન્સ કંપની ના ટેન્કર નંબર જીજે/06/એએક્સ/4055 બગડી જતા રોડ પર પાર્ક કરેલ હતું, જે દરમ્યાન પાછળથી આવતી ડાક પાર્શલ ની ટ્રક (કન્ટેઈનર) નંબર એચઆર/55/એસી/1444 પુરપાટ ઝડપે જતા રોડ પર ઉભેલી ટ્રક માં ધડાકાભેર અથડાતા કન્ટેનર ટ્રક ના કેબીન નો કચ્ચરઘાણ વળી ગયો હતો.જેમાં કન્ટેઈનરનો ચાલક બેદપ્રકાશ અભિમન્યુ યાદવ રહે,(30 વર્ષ )બીબીપુરા પોસ્ટ હેડકેનલ,પાનાં-ધોહરીઘાટ જી.માઉં (ઉત્તરપ્રદેશ) નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનર ને ઈજાઓ થવા પામી હતી, જેને સારવાર અર્થે વ્યારા ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાઈવેની વચ્ચે વચ થયેલ અકસ્માત ના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો, જેને કાકરાપાર પોલીસે ઘટના સ્થળે પહોંચી ડાયવર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...