તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રયાસ:તાપીના 51 ગામમાં ઈ-ગ્રામ ડીજીટલ સેવાનો ડ્રીમ પ્રોજેક્ટ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ હજારથી વધુની વસ્તીવાળા 64 પૈકી 51 ગામોને આ યોજના હેઠળ અદ્યતન કરાશે

તાપી જિલ્લામાં છેવાડાના લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારની યોજનાનો સીધો લાભ આપવા તંત્ર કટીબધ્ધ છે. તાપી જિલ્લાને અર્બન જિલ્લાઓની હરોળમાં લાવવા ડિજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આવરી લેવા જિલ્લા પંચાયત વિભાગે પ્રારંભ કર્યો છે. જિલ્લાની 291 ગ્રામ પંચાયતો પૈકી હાલ 286માં ઇ-ગ્રામની સુવિધા છે. જેમાં 255 વીસીઇની નિમણૂંક કરી (વીલેજ લેવલ કોમ્પ્યુટર એન્ટરપ્રીનોર) ગામના યુવાનો રોજગારી આપવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કે જિલ્લામાં ત્રણ હજારથી વધુની વસ્તીવાળા 64 ગામો પૈકી 51 ગામોને આ યોજના હેઠળ અદ્યતન કરવામાં આવશે. કુલ-51 ગ્રામ પંચાયતોને ડિજિટલ બનાવવાના ભાગરૂપે ઓપ્ટીક ફાઈબર નેટવર્ક અને નેટ કનેક્ટીવીટી સ્પીડ-સ્ટેબીલીટી આપીને અદ્યતન ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી તમામ સેવાઓ લોકોને ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે તાપી જિલ્લા પંચાયત દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાએ પંચાયત સેવાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, દરેક તાલુકાઓના મોટા ગામો પસંદ કરીને કુલ 51 ગ્રામ પંચાયતોને અદ્યતન બનાવવા સબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી છે.

હાલમાં ઇ-સેવા કેન્દ્રો મારફતે સરકારની કુલ 55 સેવા ઉપલબ્ધ છે. તે પૈકી આવકના દાખલા, 7/12 અને 8-અ, રેશનકાર્ડમાં સુધારા-વધારા, જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, ગંગાસ્વરૂપ યોજના અંગેની અરજી, સિનિયર સિટીઝન પ્રમાણપત્રની 22 સેવા ઉપલબ્ધ છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સરકારની બધી જ સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે માટે ગ્રાસરૂટ લેવલથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે.

હાલમાં 2mbpsની સ્પીડ છે જેની જગ્યાએ આ પ્રોજેકટથી ખુબ ઝડપી રીતે આ ગામડાઓમાં ભારત નેટ ફેસ-2 પ્રોજેકટ અંતર્ગત ગુજરાત ફાયબર ગ્રીડ નેટવર્ક દ્વારા બે મહિનામાં ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કની સુવિધા ઉપલબ્ધ થઇ જશે.

નવા મકાનો સાથે સુવિધા ઉભી થશે
ગ્રામ પંચાયતોના હયાત મકાનો છે ત્યાં ફર્નિચર, હાર્ડવેર પુરા પાડવામાં આવશે. જ્યાં મકાનો નથી ત્યાં નવા મકાનો બનાવવા ઉપરાંત નાગરિકો માટે શુધ્ધ પીવાનું પાણી અને બેઠ્કની સુવિધા, વિવિધ યોજનાઓના ફોર્મ સહિત યોજનાકિય સાહિત્ય પુરુ પાડવામાં આવશે. આ કામગીરી માટે 15માં નાણાંપંચની ગ્રાન્ટ, આયોજન, જિલ્લા પંચાયતની વિવેકાધીન તથા મનરેગાની ગ્રાંટ કન્વર્ઝન કરીને નાણાંનો ઉપયોગ કરીને ગ્રામપંચાયતોના જનસેવા કેન્દ્રોને અત્યાધુનિક બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...