આવેદન:ડોલવણના પદમડુંગરી PHCના ડૉક્ટરે અસભ્ય ભાષા પ્રયોગ કરતાં આરોગ્ય મંડળની ડીએચઓને રજૂઆત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા આરોગ્ય મંડળ દ્વારા રજૂઆત - Divya Bhaskar
જિલ્લા આરોગ્ય મંડળ દ્વારા રજૂઆત
  • મહિલાઓ સાથે દર્દીઓની હજરીમાં અને સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોવાના આક્ષેપ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર પદમડુંગરીના મેડિકલ ઓફિસર ડો.યોગેશભાઈ ગામીત દ્વારા આપત્તિજનક ભાષા પ્રયોગ કરી આરોગ્ય કર્મચારીઓને માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરવા અંગે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી.

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત મુખ્ય કન્વીનર રીબેકાબેન અને મંત્રી સંજીવકુમાર સહિત આગેવાનો દ્વારા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. હર્ષદભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પદમડુંગરી તા . ડોલવણના 22 આરોગ્ય કર્મચારીઓની મંડળને મળેલ લેખિત રજૂઆતની વિગત મુજબ પ્રા . આરોગ્ય કેન્દ્ર પદમડુંગરીનાં મેડિકલ ઓફિસર ડો. યોગેશભાઈ ગામીત ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓને સ્ટાફ રીવ્યુ મિટીંગ અને રૂટીન કામગીરી દરમિયાન ગાળો અને અશ્લીલ ભાષા વાપરીને દર્દીઓની હાજરીમાં મહિલા આરોગ્ય કર્મચારીઓને ઈનસલ્ટ કરી હેરાનગતિ કરી રહેલ છે.

પ્રા.આ.કેન્દ્ર ખાતે નામદાર ગુજરાત સરકારની કોવિડ -19 ની તથા વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ પુરી પડાય તે હેતુથી પ્રા.આ.કેન્દ્રના 22 કરતા વધારે આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોનું વોટસઅપ ગૃપ કાર્યરત છે, જેમાં વારંવાર ગૃપમાં રીમુવ કરવું અને તમને લાત મારી કાઢી મુકું છું, જેવા શબ્દો વાપરી હેરાનગતિ કરી ત્રાસ આપે છે. હદ તો ત્યારે થાય છે કે મહિલા આરોગ્ય કર્મચારીઓ સહિતના ગૃપમાં તેઓ રીમુવ કર્યા બાદ અભદ્ર શબ્દ પ્રયોગ કરી પ્રતિષ્ઠિત અને જવાબદાર મેડિકલ ઓફિસર વર્ગ -2 ને ન છાજે તેવા શબદોનો ઉપયોગ કરે છે. ઉકત્ત શબ્દ પ્રયોગથી તાપી જિલ્લાની મહિલા આરોગ્ય કર્મચારીઓમાં રોષ છે. કર્મચારીઓની ઉકત્ત સંદર્ભવાળી અરજીમાં બતાવેલ મુદ્દાઓ અભ્યાસ કરીને યોગ્ય તે શિક્ષાત્મક પગલા ભરવા મંડળએ વિનંતી કરી હતી.

અરજીમાં જણાવ્યા મુજબ તેઓ બે વર્ષથી કેસ પેપર વગર ઓપીડી ચલાવે છે અને સ્ટાફ નર્સો પાસે મૌખિક સુચના આપી દવા વિતરણ કરાવે છે. આઉટ ડોર તથા ઈનડોર ઓપીડી કેસ પેપરો અને કેસ રજીસ્ટરની તપાસ થવી જોઈએ. આવા મેડિકલ ઓફિસર કહે તે કરી બતાવવા વાળા હોય મહિલા આરોગ્ય કર્મચારીઓમાં ડર છે. જેથી આરોગ્ય કામગીરી તથા આરોગ્ય કર્મચારીઓના હિતમાં તટસ્થ અને સમય મર્યાદામાં તપાસ કરી કર્મચારીઓને ન્યાય અપાવવા વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...