તાપી જિલ્લા ખાતે કલેકટર દ્વારા જાહેરનામા વિવિધ ફેરફાર કર્યા હતા, જેમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 % (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. આ કાર્યક્રમોમાં લોકોના અવરજવર અને પ્રવેશ પર આયોજકોનું નિયંત્રણ રહેતુ નથી. તેમજ ભૂતકાળમાં પણ જિલ્લાના ગામોમાં લગ્ન દરમિયાન ડી.જે.વગાડવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયાના બનાવ બન્યા છે.
સમગ્ર ગુજરાત તથા ભારતમાં કોવિડ-19 ની અસરને ધ્યાને લેતા ભારત તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોવિડ-19 વાયરસને નિયંત્રિત કરવાના હેતુથી વિવિધ માર્ગદર્શિકાઓ/એસઓપી બહાર પાડી છે. તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે. વઢવાણિયાએ કોઈ પ્રસંગ કે આયોજન સમયે વધુ લોકો એકત્રિત ન થાય તે માટે આગમચેતીના ભાગરૂપે ડી.જે. વગાડવા અંગે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડેલ છે.
નવીન માર્ગદર્શિકા મુજબ તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 % (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. આ કાર્યક્રમોમાં લોકોના અવરજવર અને પ્રવેશ પર આયોજકોનું નિયંત્રણ રહેતુ નથી.
તેમજ ભૂતકાળમાં પણ જિલ્લાના ગામોમાં લગ્ન પ્રસંગ દરમિયાન ડી. જે. વગાડવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલાનો બનાવ બનેલ છે. તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, જેને ધ્યાને લઈ તથા હાલ કોવીડ-19ની પરિસ્થિતિમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તા. 15.08.21સુધી ડી.જે. વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.