તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:તાપી જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા 6873 લોકોને નિ:શુલ્ક ઉકાળા વિતરણ

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વ્યારામાં ઠેર ઠેર ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતુ. - Divya Bhaskar
વ્યારામાં ઠેર ઠેર ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતુ.

રાજયમાં કોવિડ-19 સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિથી સ્વસ્થ રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે કલેક્ટર આર. જે .હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના આયુર્વેદ અધિકારી તાપી દ્વારા આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી અને હોમીયોપેથી આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કર્યું હતું.

જિલ્લામાં ગામે ગામ કોરોના સામે સાવચેતી માટેના જનજાગૃતિ કાર્યક્રમને ઝુંબેશરૂપે આ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કોરોના ગાઈડલાઈનના પાલનની સાથે જે-તે ગામના સરપંચ, ગામના સ્વયંસેવકોના સહયોગથી ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિઝર ખાતે કોવિડ કેર સેન્ટરમાં મેડીકલ ઓફિસર દ્વારા સંશમની વટીનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તાપી જિલ્લાના વિવિધ સ્થળો એ કુલ-6873 લોકોને, સંશમની વટી-3346 લોકોને તથા આર્સેનિક આલ્બમ-30 કુલ – 1121 લોકોને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આયુર્વેદ અમૃતપેય ઉકાળા, સંશમની વટી તથા હોમીયોપેથી આર્સેનિક આલ્બમ-30નું સ્થળ પર જઈને મહત્તમ લોકોને ઔષધોનો લાભ મળે તે હેતુથી વિનામૂલ્યે સેવા પુરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો