માંગ:વ્યારામાં એક મિલકતમાં 16ની રજા ચીઠ્ઠીના બદલે 48 અરજી મંજૂર કરતા સભ્યોમાં નારાજગી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા પાલિકામાં આકરણી સમિતિના સભ્યો રજૂઆત કરતા નજરે પડે છે. સંદિપસિંહ ગોડાદરિયા - Divya Bhaskar
વ્યારા પાલિકામાં આકરણી સમિતિના સભ્યો રજૂઆત કરતા નજરે પડે છે. સંદિપસિંહ ગોડાદરિયા
  • આકરણી સમિતી ચેરમેન અને સભ્યોની જાણ બહાર ઠરાવ કરવામાં આવ્યો

વ્યારા નગર પાલિકા અવાર નવાર નાના મોટા વિવાદ માં ફસાઈ રહે છે. શનિવારના રોજ વ્યારા નગરપાલિકાની આકારણી સમિતીનાં ચેરમેન અને ચૂંટાયેલ સભ્યોની જાણ બહાર ઠરાવ કરી બિન અધિકૃત બાંધકામને પ્રોત્સાહન આપવા ની બાબતે હોબાળો મચ્યો હતો. પાલિકા ના ચીફ ઓફીસર દ્વારા 16 મિલકતોની રજા ચીઠ્ઠીના બદલે 48 મિલકતોની અરજી મંજુર કરતા સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી છે.

વ્યારા નગરમાં શનિવારના રોજ વેરા વસૂલાત અને આકારણી સમિતીનાં ચેરમેન અને સદસ્યોએ ચિફ ઓફિસરને ફરિયાદ કરતા જણાવ્યુ છે કે નગર પાલિકામાં તા. 27મી સપ્ટેમ્બરે બપોરે 4 કલાકે વાગે આકારણી સમીતીની મીટિંગમાં ઠરાવ નં. 22 જાણ બહાર થયેલ હોય, તેને રદ કરવો જોઇએ. વ્યારા નગરપાલિકા હસ્તકની આકારણી સમીતિ છેલ્લા 8 માસથી વિવાદમાં ચાલતી આવી છે. આકારણી સમીતિના H.O.D. તથા સમીતિના ગેરવહીવટને કારણે તા.20.9.21 ના રોજ યોજાયેલી મીટિંગ પણ કોરમને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

જે બાદ .27 / 09 /21 ના રોજ યોજાયેલ આકારણી સમિતિની મીટીંગમાં ઠરાવ નં.22 માં 90 મિલકતદારોની અરજી પણ જાણ બહાર મંજુર કરી બારોબાર ઠરાવ કરી દેવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે તા.27 /09 /21 ના ઠરાવ નં.22 માં જુન, જુલાઈ, ઓગષ્ટ, સપ્ટેમ્બર 2021-22 ના કુલ 90 મિલકતદારો પૈકી લાભેશ્વર ડેવલોપર્સ (ઉગમ) પેઢીના ભાગીદારોના કુલ 48 મિલકતનો પણ સમાવેશ થાય છે. વ્યારા નગરપાલિકાના ચીફ ઓફીસર વ્યારાની વિકાસ પરવાનગી મુકદમા અંક નં.64 તા. 4 /8 /16 અને રજાચિઠ્ઠી અંક નં.22 તા. 30 /03 /2017 થી લાભેશ્વર ડેવલોપર્સ (ઉગમ) પેઢીના ભાગીદારોને કુલ 8 દુકાનો તથા 8 રહેણાંકના ફલેટ માટે કુલ 16 ફલેટનું બાંધકામ કરવા પરવાનગી આપવામાં આવી છે.

લાભેશ્વર ડેવલોપર્સ પેઢી (ઉગમ)ના ભાગીદારોને મિલકત નામે કરવાનો કારણે ઘણા લાંબા ટાઈમથી વિવાદમાં છે. ઉકત ઠરાવ નં.રરમાં જાણીબુઝીને કરવામાં આવેલ હોય, તેમજ જાણ બહાર કરેલ હોય તાત્કાલિક અસરથી રદ કરવા સામુહિક માંગ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચિફ ઓફિસરને કરેલ ફરીયાદમાં આકારણી સમીતિના મંત્રી વિરૂધ્ધ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, આકારણી સમીતિના મંત્રી અગાઉ પણ વ્યારા નગરપાલિકામાં ગેરવહીવટ કરવાના કારણે 4 વર્ષ ઘરે બેસેલ હતા.

હાલ પણ તેમના પર વહીવટી કાર્યવાહીનો કેસ ઉભો હોય અને હાલ પણ આકારણી સમીતિમાં સમિતિના સભ્યોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું હોય તેમને તાત્કાલિક અસરથી સમિતિમાંથી બાકાત કરી અન્ય કર્મચારીને સમિતિમાં મંત્રી બનાવવા અમારી ઉગ્ર માંગ કરી છે.

મહિલા સભ્યોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી
વર્ષોથી બિન અધિકૃત ભાંધકામને લઈ વિવાદમાં રહેલ લાભેશ્વર ડેવલોપર્સ પેઢી (ઉગમ)ના ભાગીદારોની મિલકતને કાયદાનાં સંકજામાં લઈ તેને દૂર કરવાને બદલે બંધ બારણે આચરાયેલ ગેરરીતી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આકારણી સમીતિમાંથી વ્યારા નગર પાલિકા માં ચુંટાયેલ સભ્યોમાં નયનાબેન ગામીત, જમનાબેન બિરાડે, નિલાબેન પ્રજાપતિ, નિલમબેન શાહ, રીનાબેન પટેલ, નિમિષાબેન તરસાડિયાએ રાજીનામાંની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...