તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:798 શાળામાં 71,139 છાત્રોનું ડિજિટલ શિક્ષણ શરૂ, વર્ષ થયું છતાં ગ્રામ્યમાં નેટવર્ક હજુ જટિલ

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં મોબાઇલ અને ઇન્ટરનેટનું નેટવર્ક ન મળતા ખુલ્લી જગ્યામાં નેટવર્ક શોધવું એ જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા સાબિત થઈ રહી છે. - Divya Bhaskar
તાપી જિલ્લામાં મોબાઇલ અને ઇન્ટરનેટનું નેટવર્ક ન મળતા ખુલ્લી જગ્યામાં નેટવર્ક શોધવું એ જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા સાબિત થઈ રહી છે.
  • તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગ નેટવર્કની સમસ્યાને દૂર કરવા માટે મહોલ્લા પદ્ધતિથી બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કરાશે

કોરોનાની બીજી લહેરમાં થોડી રાહત થઈ છે, બીજી તરફ શિક્ષણસત્રની પણ શરૂ થતા, ફરી વિદ્યાર્થીઓ વગર શાળાઓ ખુલી છે. મંગળવારથી તાપી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હસ્તકની 7 તાલુકાની 798 શાળાઓના 71139 વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે.

પરંતુ આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લામાં કેટલાક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ નેટવર્ક તેમજ ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઇલની સુવિધા ન હોવાથી ઓનલાઈન શિક્ષણની મુશ્કેલીઓ વધી છે. વર્ષ 2020માં પણ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી શક્યું નથી અને વર્ષ 2021નો નવા સત્રનો શુભારંભ પણ ઓનલાઈનથી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરી મુંઝવણમાં મુકાયા છે. તાપી જિલ્લાના બોર્ડર પરના ગામડાઓમાં ઇન્ટરનેટની સુવિધાના અભાવે બાળકોના શિક્ષણ કાર્ય પર અસર નહિ પડે અને શિક્ષણની સુવિધા મળે એવા બનતા પ્રયત્નો કરવાની જરૂર છે.

ખાસ કરી સોનગઢ અને વ્યારા તાલુકાના ડાંગ જિલ્લાની સરહદને અડીને આવેલા ગામડાઓમાં નેટવર્કનો અભાવ છે. આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો હોય, આ વિસ્તારમાં નેટવર્ક સહિતની સુવિધા બાબતે હજુ પણ મુશ્કેલીઓ વધારે છે. જે બાબતે સ્થાનિકોએ નેતાઓને અવાર નવાર રજુઆત કરવા છતાં ધ્યાન આપવામાં આવ્યું નથી. કોરોનાને કારણે ગત વર્ષ પણ ઓનલાઈન શિક્ષણ બાદ ફરી નવા સત્રમાં ધોરણ 1થી ધોરણ 8 સુધીના ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ થયાં છે, જેથી નેટવર્ક અને મોબાઇલની સુવિધાથી વંચિત વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર કથળવાનો ડર વાલીઓને સતાવી રહ્યો છે.

જિલ્લાના બ્લોકમાં વ્યારાની શાળાના 12105, વાલોડની શાળાના 5532, સોનગઢની શાળાના 20601, ઉચ્છલની શાળાના 10355, નિઝરની શાળાના 8188, કુકરમુંડાની શાળાના 6755 અને ડોલવણની શાળાના 7603 વિદ્યાર્થીઓનું સત્ર શરૂ થયું છે. તાપી જિલ્લાના શહેરી વિસ્તારોને બાદ કરતાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં ગામડાઓમાં નેટવર્કના હંમેશાં ધંધિયા રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં યોગ્ય નેટવર્ક તેમજ મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન તેમજ લેપટોપ કે કોઈ કોમ્પ્યુટર સાધન સામગ્રી સરળતાથી વસાવી શકતા નથી. ત્યારે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું અઘરું સાબિત થઇ રહ્યું છે અને વિદ્યાર્થીઓ શિક્ષણને માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

બ્લોક અને સમાવિષ્ટ શાળા
બ્લોકશાળા
ડોલવણ108
કુકરમુંડા65
નિઝર47
સોનગઢ257
ઉચ્છલ87
વાલોડ78
વ્યારા156
કુલ798
જિલ્લાના બ્લોક અને ધો.1 થી ધો.8 સુધીના વિદ્યાર્થી
બ્લોકધો. 1ધો. 2ધો. 3ધો. 4ધો. 5ધો. 6ધો. 7ધો. 8કુલ
ડોલવણ96410301099103711167947328317603
કુકરમુંડા8959519549359167126747186755
નિઝર101211001079113211239328839278188
સોનગઢ2596289530372936257421091919223520601
ઉચ્છલ135814641466145814171144968108010355
વાલોડ6576627107097427006646885532
વ્યારા1471162016261677161413611288144812105
કુલ8953972299719884980277527128792771139

​​​​​​​

સોનગઢ પંથકના 13 ગામોમાં મોબાઈલ નેટવર્ક જ નથી, ઇમર્જન્સીમાં ડુંગર, ઝાડ કે રોડ પર જવું પડે
તાપી જિલ્લામાં ઓનલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જ્યાં મોબાઈલ નેટવર્કની સગવડ જ નથી એવાં ગામોમાં રહેતા બાળકો કઈ રીતે ઓનલાઈન અભ્યાસ કરી શકશે એ મોટો પ્રશ્ન છે. સોનગઢના ડાંગ જિલ્લાની બોર્ડર પાસે આવેલા વાડીરૂપગઢ, ઘૂંટવેલ, શિરીષપાડા, ચીખલપાડા સહિત 13 જેટલા ગામોમાં હાલ મોબાઈલ નેટવર્ક મળતું નથી, અહીંના વિધાર્થીઓ નેટવર્ક માટે ડુંગર, ઝાડ કે મુખ્ય માર્ગ પર આવતા હોય છે. ત્યારે ઓનલાઈન અભ્યાસ કઈ રીતે કરી શકશે.

ત્રણ દિવસમાં સર્વે કરી મુશ્કેલી બાબતે નિરાકરણ લાવવા નક્કર કાર્યવાહી થશે
તાપી જિલ્લામાં જે તાલુકાના સ્થળો પર નેટવર્ક સહિત અન્ય સમસ્યા ઉભી થઇ રહી છે. તે બાબતે સર્વે પણ કરવામાં આવશે. આવી શાળાઓમાં જરૂરી સુવિધા ઉભી કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે તાપી જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે. હાલ બે ત્રણ દિવસમાં જરૂરી તમામ સર્વે કરી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બાબતે નિરાકરણ લાવવા ઉચ્ચ કચેરી રજૂઆત કરી નિરાકરણ લેવાશે. વધુમાં પહેલા દિવસે પ્રાયોગિક ધોરણે હોવાથી કોઈ ફરિયાદ શાળાની મળી નથી.
નેટવર્ક પ્રોબ્લેમ હોય ત્યાં, મહોલ્લા પદ્ધતિથી શિક્ષણ ચાલુ કરાશે
નેટવર્કની સમસ્યા બાબતે અગાઉ પણ પ્રશ્નો આવેલો હતો, હાલ સર્વે કરાશે અને મોહલ્લા પદ્ધતિથી એટલે કે જે વિસ્તારોમાં નેટવર્ક ન મળે ત્યાં વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઇન પ્રમાણે ફળિયામાં એકત્ર કરી એક શિક્ષક તેમને ભણાવશે અને ઓનલાઇન શિક્ષણની પણ સમજ આપવા કામગીરી હાથ ધરી છે. > ડો.દીપક દરજી, ઇન્ચાર્જ, ડીપીઓ તાપી

અન્ય સમાચારો પણ છે...