તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માંગણી:તાપી જિલ્લાના આંગણવાડી કર્મચારી ભરતીમાં ઉમેદવારના પ્રમાણપત્ર ચકાસણી કરવા માંગ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેની પસંદગી કરવામાં આવી તે બીજા ગામના વતની હોવાની વાત બહાર આવી

તાપી જિલ્લાના આંગણવાડી કાર્યકરની ભરતીમાં થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરી તમામ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે વિવિધ અરજદારોએ તાપી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માગણી કરી હતી. nતાપી જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ નિઝર તાલુકાના બોરડા ગામની આંગણવાડી કાર્યકરની જગ્યા આશરે એક વર્ષથી ખાલી પડી હતી. જે ગુજરાત સરકારનાં જાહેરનામા મુજબ નવી ભરતી પડી હતી, જેમાં સ્થાનિક ઉમેદવાર હંસાબેન અશ્વિનભાઈ પાડવી નોંધ કરેલી હતી. બોરડા ગામના વતની છે અને ભરતીમાં જાહેરનામા મુજબ માત્ર પુરાવા ઓનલાઇન અપલોડ કર્યા હતા. તો આ ભરતીમાં સિડીપીઓ નિઝરના દ્વારા ખોટા કારણો બતાવી અરજી ગ્રાહ્ય ન રાખી હતી.

વધુમાં જણાવ્યા મુજબ સિડીપીઓએ નિઝર શાખા જે ઉમેદવારને પ્રથમ નંબર મુક્યો તે ઉમેદવાર બોરદા ગામના પુત્રવધુ પણ નથી અને હાલ તેમનું ગામ રાયગઢ તાલુકો નિઝર જિલ્લા પંચાયતની મતદાર યાદીમાં બોલે છે, જેથી સ્થાનિક ઉમેદવાર સાથે અન્યાય થયો હતો. તાપી જિલ્લાના બોરડા ગામનો એક જાહેર હિતની પ્રશ્ન હોય જિલ્લામાં આવા અનેક પ્રશ્નોની શક્યતા છે ત્યારે સદર ભરતી પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવે અને તમામ અરજદારોના ઓનલાઇન ભરવામાં આવેલા અરજી ચકાસણી કરવામાં આવે તેમ જ યોગ્ય મેરીટ લિસ્ટ બનાવી ન્યાયના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ બાબતે મહિલાઓ દ્વારા અરજી કરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો