તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વ્યારા પાલિકાના 11 હેક્ટરના તળાવના ટેન્ડર ખોલવા માંગ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછી સમાજની સીઓ અને પાલિકા પ્રમુખને રજૂઆત

વ્યારા પાલિકાના 11 હેકટર ધરાવતાં મોટા તળાવના જાહેર હરાજીના ટેન્ડર ખોલવા બાબતે વ્યારા માછીમાર સમાજ દ્વારા પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. વ્યારાના માછીવાડ રહેતા સંજયભાઈ પી.ઢીમર અને સમાજના આગેવાનોએ વ્યારા સહિત અન્ય સ્થળે લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું કે, હાલ સરકાર દ્વારા થકી માછલ્લી ઉત્પન્ન કરનારાઓ પાંચ વર્ષમાં વર્તમાન ઉત્પાદન કરતા બમણું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.

મોદીજીની નીલકાંતિ અભિયાનને વિસ્તારવા તેમજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને વેગ આપવા વ્યારા પાલિકા હસ્તકે 11 હેકટર ધરાવતાં મોટા તળાવમાં મત્સ્ય ઉછેર માટે ટેન્ડર નોટીસ બહાર પાડી છે. ગામ તળાવ ઈજારા ટેન્ડર નોટીસ અગાઉ પણ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક ઉકાઈ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.પરંતુ વ્યારાના કેટલાક મુઠ્ઠીભર તત્વોના વિરોધના કારણે સરકારની યોજનામાં અવરોધ ઉભો કર્યો છે. વિરોધને નકારીને ટેન્ડર ઓપન કરી નજીક ઉકાઈ ડેમના પણ ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. તેમજ સુરત જિલ્લામાં માંડવી પાસે આમલી ડેમ તથા વાંસદાના જુજ ડેમનો ઈજારો પણ આપ્યો છે. માટે વ્યારાના આવા મુકીભર તત્વોના વિરોધને મહત્વ ન આપી તળાવના ટેન્ડરો ઓપન કરવામાં આવે એવી વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...