રજૂઆત:સીંગીફળિયાના ગૌચરમાં ચાલતાં ગેરકાયદે ચર્ચ ને દૂર કરવા માંગ, તાત્કાલિક તોડી પાડવા માટે માંગણી

વ્યારા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગરમાં સિંગી ફળિયામાં આવેલા ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે બની રહેલા ચર્ચને દૂર કરવા માટે તેમજ  સંબંધિત ઈસમ સામે જરૂરી કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા વ્યારા પાલિકાને આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા વ્યારા પાલિકા ચીફ ઓફિસરને આ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ વ્યારા નગરના સીંગી ફળિયામાં કાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ પાળતા એક પણ વ્યક્તિ ન હોવા છતાં સીંગી ફળિયાની ગૌચરવાળી જમીનમાં રહેવા માટે મકાન બાંધી બહાર ગામથી બે ત્રણ વર્ષ અગાઉ આવી રહેતા સુરેશભાઈ પસ્તારે મકાનમાં દેવળ (ચર્ચ)  બનાવી દીધું છે. ગેરકાયદેસર રીતે ખોટા અંધશ્રદ્ધાના માઈક લગાવીને મોટા કાર્યક્રમો સુરેશભાઈ પાસ્ટાર કરતા કરતા આવ્યા છે. પાસ્ટર ખોટી રીતે સિંગી ફળિયામાં રહેતા આદિવાસી ગરીબ અને અભણ લોકોને છેતરી અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કરે છે. લોભ લાલચ આપી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરતો આવેલ છે. તેનો સખત વિરોધ રાષ્ટ્રીય આદિવાસી મંચે ઉઠાવ્યો છે. એક વૃધ્ધ મહિલાના ઝુંપડી તોડી ત્યાં અન્ય ઇસમો લાવી બીજુ ચર્ચનું નિર્માણની તૈયારી ચાલી રહી હોય. આ પ્રવૃત્તિ સામે સખત વિરોધ હોય નવા ચર્ચ અને જૂના ચર્ચ ચલાવતું મકાન કે જે ગેરકાયદેસર ગૌચરમાં જમીનમાં બનાવેલું હોય છે. તે મકાન તાત્કાલિક તોડી પાડવા માટે માંગણી કરવામાં આવી છે તેમજ કસૂરવાર સામે પગલાં લેવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...