તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વ્યારાના નવા બાગનું નામ સ્વ.ભાણા ભારતી રાખવાની માંગ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્વના કામ કરનાર અગ્રણીને સન્માન આપવા માગણી

વ્યારા પાલિકા વોર્ડ નંબર એકમાં હાલ બાગ બની રહ્યો છે. જે બાગનું નામ વ્યારાના આગેવાન અને વિવિધ સંસ્થાઓ અને સામાજિક કામોના અગ્રેસર એવા સ્વ.ભાણાભાઈ ભારતી ઉદ્યાન રાખવા આગેવાનો દ્વારા પાલિકા પ્રમુખ અને આગેવાનોને લેખિતમાં રજૂઆત કરી હતી.

વ્યારાના બ્યુટીફીકેશન પ્રોગ્રામ અંતર્ગત વોર્ડ નંબર 1 સિંગી ફળીયા બાગ પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયમાં લોકાર્પણ થવા જઈ રહયો છે.ત્યારે બાગના નામકરણે બાબતે ગત ટર્મની પાલિકા કાઉન્સિલે બાગનું નામ વ્યારાના સપૂત અને પાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલર તથા રાજયના ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સદસ્ય, પ્રખર ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર ભાણાભાઈ ભારતીનું નામ બાગ સાથે જોડવા ઠરાવ કર્યો છે. આગેવાન એવા સ્વ .ભાણાભાઈ ભારતી ઉદ્યાન રાખવામાં આવશે તો તેમને ખરા શબ્દોમાં વ્શહેરે સાચી શ્રદ્ધાજંલિ આપી કહેવાશે.

સરકારના ગણોતધારા અંતર્ગત વિસ્તારના આશરે દસ હજાર ખેડૂતોને ખેડે તેની જમીન કાયદા અંતર્ગત ખેતમજૂર ગણોતિયાઓને ખેડૂત તરીકેની સનદ અપાવી જમીન માલિકો બનાવ્યા હતાં, જેથી તેમના જીવનમાં ફેરફારો સાથે સમૃધ્ધ જીવન જીવી રહ્યાં છે. તેનો શ્રેય એમને જાય છે. ઉપરાંત વ્યારા વિસ્તાર શિક્ષણની પરખ સમાન ગ્રામ સેવા સમાજના મંત્રી તરીકે ભાણાભાઈ ભારતીના અથાગ પ્રયત્નથી ઉત્તર બુનીયાદી આશ્રમશાળા તથા વિદ્યાલયોમાં અભ્યાસ કરીને ત્રણ પૈઢીની આદિવાસી પ્રજાના સામાજીક આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં ક્રાંતિ થઈ છે.

પરિણામે આદિવાસી બંધુનો જીવનધોરણનો સૂચક વિકસ્યો જેનો શ્રેય પણ ભાણાભાઈ ભારતીના ફાળે જાય છે. વ્યારાના ઘરેણા સમાન છે. ખેડૂત સહકારી જીન, ગ્રામ સેવા સમાજ દક્ષિણાપથ વિદ્યાલય, ખેડૂત ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તાલુકા પંચાયત વ્યારા , સુગર ફેકટરી વ્યારા , ખાદીમોદ્યોગ વ્યારા જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા મહામાનવનું નામકરણ બાગ સાથે જોડીને વ્યારાને ગૌરવવન્વિત કરવા સ્વ. ભાણાભાઈ ભારતી નામ રાખવા માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...