આવેદન:રાયગઢમાં બક્ષીપંચ અનામત રોટેશન ફાળવણી કરવા માંગ

વ્યારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતમાં બક્ષીપંચને લાભ ન મળતા કલેકટરને આવેદન

તાપીના નિઝર તાલુકામાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત રાયગઢમા દેશની આઝાદી બાદ આજ દિન સુધી સરપંચ પદની બેઠક તેમજ વોર્ડ સભ્યો માટે બક્ષીપંચ અનામત રોટેશન ફાળવણી નહી કરાતા રાયગઢ ગામના બક્ષીપંચના લોકોએ સરપંચ પદની બેઠક અને સભ્યો માટે અનામત રોટેશન ફાળ વણી માટે કલેકટરને આવેદન પત્ર આપવામા આવ્યુ છે.

આવેદનમાં જણાવ્યા મુજબ નિઝરના રાયગઢ ગ્રુપ ગ્રામપંચાયતમા બક્ષીપંચ ની વસ્તી મોટા પ્રમાણમા છે. તે પણ કાયમી ધોરણે અને આઝાદી પહેલાથી વસવાટ કરે છે.પંચાયતમા બક્ષીપંચની વસ્તી કાયમી ધોરણે વસવાટ ધરાવે છે તેના આધારે જ 1996 મા વોર્ડ નં 3, મા ઇશ્વરભાઈ કેશવભાઈ નિકવાડે (બક્ષીપંચ અનામત) વર્ષ 2001,મા દિલીપભાઈ સોટાટે (બક્ષીપંચ અનામત) વોર્ડ નંબરના સભ્ય તરીકે ચુંટાયેલા હતા. તે સમયે અનામત રોટેશન પ્રમાણે ફાળવણી કરી અનામત લાભ આપયો હતો.તો હવે કેમ? બક્ષીપંચને અનામતનો લાભ આપવામા આવતો નથી. અનામતનો લાભ આપવાના બદલે બક્ષીપંચની બેઠક વોર્ડ સભ્ય માટે રદ કરી છે. તે જ પ્રમાણે વોર્ડ નં. 2 મા કનૈયાભાઈ પવાર ચુંટાયેલા છે.

ખરેખર અનામતનો લાભ દરેક જાતિના લોકોને આપવામા આવે છે.તો સરપંચ પદની બેઠક માટે પણ બક્ષીપંચના લોકોને લાભ મળવો જોઈએ જો સરકારશ્રીના નિયમો પ્રમાણે સર્વ જાતિઓના સન્માનમા સમાન ન્યાય પ્રણાવીના ધોરણે જો આઝાદી બાદ પ્રથમ વખત રાયગઢ ગ્રુપ ગ્રામપંચાયતમા સરપંચ પદ માટે બક્ષીપંચ અનામતનો લાભ આપવામા આવે તો સાચી લોકશાહીનું સન્માન પણ થશે. હાલમા જ તા.04/08 /2021ના કલેકટરશ્રી તાપી જિલ્લાના મામલતદારશ્રીઓ અને પ્રાંતશ્રીઓને સંબોધી પરિપત્ર બહાર પાડવામા આવ્યા છે.તેમા જણાવ્યા પ્રમાણે આવનાર ડિસેમ્બર - 2021ની ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયત તા.નિઝર જી.તાપી બક્ષીપંચ અનામતનો દર્શન કરાવવામા આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...