તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાછરડાનો શિકાર:વ્યારાના માયપુરમાં દીપડાએ વાછરડાનો શિકાર કર્યો

વ્યારા, માયપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યારા પંથક દીપડાનું અભ્યારણ ગણાય છે. હાલ શેરડી કાપણી પૂરજોશમાં ચાલુ છે એટલે શેરડીના ખેતરમાં વસવાટ કરતા દીપડાઓ નગરોમાં અને રહેણાંક વિસ્તાર તરફ નજરે પડી રહ્યા છે. વ્યારા તાલુકામાં રાત્રિના સમયે દીપડા આંટાફેરા મારી રહ્યા હોવાનું અને કેટલાય અબોલ જીવોનો શિકાર કર્યા હોવાના બનાવો બન્યા છે.

ગતરાત્રિના સમયે માયપુર મુકામે સેવાભાઈ કોટલાભાઈ ચૌધરીની રહે છે અને પશુપાલનનું કામકાજ કરે છે તેમના કોઢારમાં દીપડાએ બે વર્ષની વાછરડીનો શિકાર કરી ફાડી ખાઈ ગયો હતો, આ અંગેની જાણ વ્યારાના WCCBના અબરાર મુલતાની એ વનવિભાગ વ્યારાના અધિકારીઓને કરી હતી તથા પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે. દીપડાએ વાછરડાનો શિકાર કરતા ભયનું વાતાવરણ ઉભુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો