તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ વેગવંતો:વ્યારામાં 3 ગાર્ડન સહિત 2.61 કરોડના કામોનું લોકાર્પણ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્યુપ્રેસર વોક-વે, ચિલડ્રન હોમ, વિવિધ રસ્તા સહિતના 9 પ્રકલ્પો ખુલ્લા મુકાયા

વ્યારા નગરમાં 2.61 કરોડના ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકાના કુલ 09 જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વ્યારા નગરપાલિકાના 09 જેટલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે સાંસદ પ્રભુજણાવ્યું હતું કે લોકો માટે ખૂબ જ ઉપયોગી અદ્યત્તન સુવિધા ધરાવતા ત્રણ જેટલા ગાર્ડન તૈયાર કરવામાં આવ્યા છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે માર્ગ, આપણા બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ,વિરાંગના રાણી લક્ષ્મીબાઈ એક્યુપ્રેસર વોક વે તથા ચિલ્ડ્રન હોમ ડેવલોપ,રોડ ડેવલોપ નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ 23 જૂન થી તેમના જન્મદિવસ 06 જુલાઈ સુધી ગામડે ગામડે અને શહેરોમાં વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું છે.

ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે વ્યારા નગર પાલિકા દ્વારા નગરજનો ના હિતમાં સતત કામો કરી રહી છે.આવાનાર સમય પણ સુવિધા વધારશે. આ પ્રસંગે વ્યારા નગર પ્રમુખ સેજલબેન રાણા, ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ ,નગરપાલિકા એન્જીનિયર ચંદ્રાબેન ભોયે,કારોબારી અધયક્ષ કુલીનભાઈ પ્રધાન, બાંધકામ ચેરમેન રીતેશભાઈ ઉપધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

2.61 કરોડના ખર્ચે આ વિકાસકામો સાકાર થયા
વ્યારા નગર માં અંબિકાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન રૂા.૪૨,૭૩,૮૪૯/-,વોર્ડ નં.૧ ચિલ્ડ્રન હોમ ડેવલોપ રૂા.૨૦,૯૧,૭૩૪/-, બહુંચરાજી પેલેસથી જલારામ મંદિર માલીવાડ સુધીનો માર્ગ અનાવરણ,વિરાંગના રાણી લક્ષ્મીબાઈ એક્યુપ્રેશર વોક વે રૂા.૪૦,૬૬,૫૯૦/-,તળાવ પર આવેલ જુમ્મા મસ્જીદ ચાર રસ્તાથી આંબેડકર ભવન થઇ સ્ટેશન રોડ સુધીના માર્ગને ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ,સીંગી ફળિયામાં શ્રી અટલજી વિહાર ઉદ્યાન રૂા.૪૭,૨૮,૯૬૧/-,વ્યારા નગરપાલિકાના સયાજી સર્કલથી નેશનલ હાઈવે-૫૩ સુધી ડાબી-જમણી બાજુ રોડ બ્યુટીફિકેશન રૂા.૩૪,૧૯,૯૦૦/-,ભૂત બંગલા નજીક વીર સાવરકર ઉદ્યાન રૂા.૪૨,૭૩,૮૪૯/- ,જજ બંગલા નજીક રોડ ડેવલોપ રૂા.૩૨,૪૭,૦૫૯/- ખર્ચે વિકાસકામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...