તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ સિકલસેલ જાગૃતિ દિવસ:તાપીમાં સિકલસેલ દર્દીઓમાં ઘટાડો, હાલ માત્ર 24

વ્યારા3 મહિનો પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક
  • આદિવાસીઓમાં સિકલસેલ એનિમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે

રાજ્યમાં મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાનાં આદિવાસીઓમાં સિકલસેલ એનિમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તાપી જિલ્લામાં સિકલસેલ નજરે પડે છે. વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, કુકુરમુંડા, ડોલવણ અને સોનગઢમાં વર્ષમાં માત્ર 24 સિકલસેલના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. તાપી જિલ્લામાં 2017માં 72 દર્દી નોંધાયા હતા, જે હાલમાં 2021માં 24 દર્દી છે.

જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર હર્ષદભાઇ પટેલ અને એમની ટીમ દ્વારા સિકલસેલ રોગ બાબતે કામગીરી હાથ ધરી હતી. વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, ડોલવાણ, વાલોડ વિસ્તારમાં સિકલસેલ બાબતે કામગીરી હાથ ધરી હતી. તાપી જીલ્લામાં 90 ટકા વસ્તીનો સ્ક્રિનિંગનું કામ પૂરું કર્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લામાં ગ્રામસભા શાળાઓ જાહેર સ્થળો લોકમેળાઓ માનસિક રોગ અંગે ચર્ચા અને તેને અટકાવવા પગલાં અને નિયંત્રણ અંગે ચર્ચા આઇ.ઇ.સી દ્વારા કરવામાં આવે છે. સિકલ સેલ દર્દીને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા દર મહિને 500 સહાય પણ ચૂકવાય છે.

પીડારહિત તંદુરસ્ત જીવન માટે અમારા પ્રયત્નોે
વિશ્વ સિકલસેલ એનિમિયા જાગૃતિ દિવસ પર સર્વ દર્દીને પીડારહિત તંદુરસ્ત જીવન માટે શુભકામના સાથે અનુવાંશિક સિકલસેલ એનીમિયા દર્દીની દસ વર્ષમાં શારીરિક માનસિક અને આર્થિક પરિસ્થિતિમાં જે સુધારો જોવા મળી રહ્યો છે. તે સરાહનીય છે. હજુ પણ સરકારનો આયુષ મંત્રાલય આયુર્વેદિક ચિકિત્સાથી તેઓને પીડા રહિત જીવન આપી શકે છે. - ડો.અતુલ દેસાઈ, સિકલસેલ સ્પેશિયલ આયુર્વેદ,વ્યારા

તાપી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં સિકલસેલના આંકડા
તાલુકો20172018201920202021
વાલોડ120940
વ્યારા14232686
ડોલવણ72140143
સોનગઢ222802110
ઉચ્છલ80170
નિઝર6171532
કુકરમુંડા3145113
કુલ72103966824

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...