તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ડીડીઓએ યુવાનો સાથે પરીક્ષા પે ચર્ચા કરી, માર્ગદર્શન આપ્યું

વ્યારા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના ગડત ગામે તાલુકા વિકાસ અધિકારીએ ચર્ચા કરી હતી. - Divya Bhaskar
તાપી જિલ્લાના ગડત ગામે તાલુકા વિકાસ અધિકારીએ ચર્ચા કરી હતી.
  • આદિવાસી ગૃપ સંચાલિત લાયબ્રેરીના યુવાનો સાથે મુલાકાત

તાપી જિલ્લા વહિવટી તંત્રએ જિલ્લાના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ આકર્ષાય અને વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીઓમાં જોડાય તેવા લક્ષ્ય સાથે કામગીરી હાથ ધરી છે. જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાએ યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તે માટે સૌ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીએ ડોલવણના ગડત સ્થિત આદિવાસી ગૃપ સંચાલિત લાયબ્રેરીની મુલાકાત લઈને યુવાનોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી શક્ય એટલી મદદ કરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શુભકામના પાઠવી વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગે જુસ્સો વધાર્યો હતો. ગ્રામ્ય વિસ્તારના 15થી વધુ ગામોના 50 જેટલા યુવક-યુવતિઓ અહીં અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. ગામના સ્થાનિક નોકરીયાતોએ લાયબ્રેરીની સ્થાપના કરી યુવાઓ માટે રોજગારીની તકોનું સર્જન કર્યું. હાલમાં 5 થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં સફળ બન્યા છે. આદિવાસી ગૃપ સંચાલિત લાયબ્રેરીના સ્થાપક જયેશભાઈ ગામીત સહિત નોકરીયાતોએ યુવાનોને અભ્યાસ માટે સુવિધા મળી રહે તે માટે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...