નિર્ણયની ઘડી:તાપી જિલ્લામાં 7 સ્થળોએ હાથ ધરાશે મતોની ગણતરી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉત્સાહજનક મતદાન બાદે તેની ગણતરી આજે તા.21.12.21ના રોજ સવારે 09 વાગ્યેથી હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લામાં કુલ સાત જગ્યાએ મતગણતરી કેંદ્રોએ મતગણતરી કરવામાં આવનાર છે. જેમાં વ્યારા તાલુકા માટે શ્રીમતી આર.પી.ચૌહાણ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી ખાતે, સોનગઢ તાલુકા માટે સરકારી વિનયન અને વાણિયજ કોલેજ સોનગઢ ખાતે, વાલોડ તાલુકા માટે સ.ગો.હાઇસ્કુલ, વાલોડ ખાતે, ડોલવણ તાલુકા માટે મામલતદાર કચેરી ડોલવણ ખાતે, ઉચ્છલ માટે સાર્વજનિક હાઇસ્કુલ, ઉચ્છલ ખાતે, નિઝર તાલુકા માટે સરકારી મોડેલ સ્કુલ નિઝર અને કુકરમુંડા તાલુકા માટે પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એચ.કે.વઢવાણીયાએ આજે વ્યારા અને સોનગઢ તાલુકાના સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે ચૂંટણી સંબંધિત તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...