રજૂઆત:‘સફાઇ કામદારોની ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા અપનાવી વ્યારા પાલિકા શોષણ કરી રહી છે’

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષ દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી

નગરપાલિકાના વિરોધપક્ષનાં સભ્યો નિમેષભાઈ સરભાણીયાએ વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે 31 8. 2020 ની કારોબારી સમિતિમાં ઠરાવ નંબર 73 કરવામાં આવેલ છે. જેમાં આઉટસોર્સિંગથી કોમ્પ્યુટર ઓપરેટર ડ્રાઇવર સફાઈ કામદાર વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી કરવાની હોય છે. જેમાં નગરપાલિકાના સફાઈ કામદારોની મહામારીમાં પોતાના જીવનની તથા પરીવારની પરવા કર્યા વગર ફરજ બજાવતા જોવા મળેલ છે.

વ્યારા નગરપાલિકા રાજ્યમાં અને દેશમાં સ્વચ્છતા બાબતે ઇનામ મળેલ છે. જેમાં સફાઈ કામદારોનો સિંહફાળો છે. તેમની ખાલી જગ્યા પર કાયમી નિમણૂક આપવાને બદલે તેઓની શોષણ કરવાની નીતિ નગરપાલિકા કરી રહી છે. સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરી આર્થિક શોષણ નીતિ અપનાવાઈ રહી છે. જે ગેરવ્યાજબી છે. આ ઠરાવ રદ કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરાઈ હતી. ત્યારે હવે જોવું રહ્યું કે,કામદારોના હિતમાં કરાયેલી વિપક્ષની રજૂઆત કેવા રંગ લાવે છે.

અન્ય સમાચારો પણ છે...