કોરોના બેકાબુ:તાપીમાં 6 માસ બાદ કોરોના ડબલ ફિગરમાં છતાંયે મંત્રીના મેળાવડાની તૈયારી જોરમાં

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16મીએ બાજીપુરામાં અમિત શાહના કાર્યક્રમનું આયોજન

તાપી જિલ્લામાં છેલ્લા છ માસથી કોરોના ડબલ ફિગરમાં પહોંચ્યું ન હતું પરંતુ છ માસના અંતરાલ બાદ ગુરુવારે તાપી જિલ્લામાં 16 જેટલા એક સાથે કેસો આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી છે, ઉચામાળા ખાતે આવેલ કે.એ.પી.એસ. ટાઉનશિપમાં 16 પૈકી 8 દર્દીઓ ઉંચામાળા ખાતેના છે, જ્યારે બાકીના વ્યારા તાલુકાના 6 અને સોનગઢ, નિઝર તાલુકાના એક એક દર્દીઓ આજે પોઝિટિવ આવી રહ્યા છે. તાપી જિલ્લામાં છેલ્લા એક માસના અંતરાલ બાદ કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયું હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

સુરત જિલ્લાની સાથે સાથે તાપી જિલ્લામાં પણ કોરોનાનો રાફડો ફાટયો છે, ત્યારે આગામી 16 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં સુમુલ દ્વારા બાજીપુરા ખાતે ગૃહમંત્રીને આવકારવા એક સંમેલન યોજવા જઈ રહી છે, અને આ સંમેલનમાં હજારો ખેડૂતો,સહકારી મંડળીઓના સભાસદો, રાજકીય કાર્યકરોનો મોટો જમાવડો થવા જઇ રહ્યો છે, ત્યારે આ જમાવડો કોરોના તાપી અને સુરત જિલ્લામાં વધુ સ્પેડર બની શકે છે.

હજારો લોકો એક સાથે, એક સ્થળ પર, વાહનોમાં એક સાથે આવી ભેગા થઈ રહ્યા છે. ત્યારે કોરોનાનો મહા વિસ્ફોટ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. જેથી લોકોની અણમોલ જિદંગીને ધ્યાનમાં રાખી મેળાવડા હાલના સંજોગ જોતા ટાડવાની જરૂર હોવાની આમ પ્રજાનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...