તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો પણ સાવચેત રહી સહકાર આપવો જરૂરી

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ માં દર્દીઓ મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
વ્યારા જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ માં દર્દીઓ મુલાકાત લીધી હતી.
  • મારૂ ગામ કોરોના મુક્ત હેઠળ મંત્રીએ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાથી ગામડાઓને બચાવવા મારૂં ગામ, કોરોના મુક્ત ગામ મહાઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત વ્યારાની કોવિડ સહિત જિલ્લાના અન્ય આઇશોલેસન વોર્ડની મુલાકાત આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ લેતા જણાવ્યું કે કોરોના કાબૂ રાખવા તમામે સહકાર આપવો જરૂરી છે.હાલ કેસ સંખ્યા ઘટી રહી છે.

વ્યારામાં મંત્રીએ વિવિધ સેન્ટરની મુલાકાત લઇ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કોવિડ-19 મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના કેસમાં ઘટાડો છે. તાપી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ, રાત-દિવસ ખડે-પગે કામ કરતા ડોક્ટર-નર્સ અને વહિવટી તંત્ર તથા અન્ય વિભાગો સાથે પ્રજાના સહયોગના કારણે કોરોના ના કેસો ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા સાત-આઠ દિવસોમાં કોરોના કેસની સંખ્યામાં ક્રમશ: ઘટાડો નોંધાયો છે. સફળતા પાછળ વહિવટી તંત્રના પ્રયાસ તો છે જ પરંતુ આરોગ્ય સેવાઓ, તબીબો, લોક સહયોગના સહિયારા પ્રયાસો પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.’

અન્ય સમાચારો પણ છે...