ક્રાઈમ / વ્યારામાં તરૂણી પર બળાત્કાર કરનારનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા અટક કરાઇ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • એટ્રોસિટી અને પોસકો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વ્યારા. નગરના સ્ટેશન રોડ પર રહેતા યુવકે એક14 વર્ષ સગીરાને તેની મોટીબહેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બે વખત એક બિલ્ડીંગમાં લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે સગીરાએ તેના માતા-પિતાને જાણ કરતા આજરોજ વ્યારા પોલીસ મથક યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી અને પોસ્કો એક્ટ મુજબ ગુનો આરોપીને અટક કરી હતી તેને કોવિડ 19 નો ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવતા આજ રોજ આરોપી યુવક ની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બબ્બે વખત સગીરાને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ
વ્યારા સ્ટેશન રોડ પર શોએબ રાહતખાન પઠાણ રહે છે . જે પરણિત છે અને  એક સંતાનનો પિતા છે.વ્યારા નગરમાં રહેતી એક અનુસુચિત જનજાતિની 14 વર્ષ ની સગીરા સંપર્કમાં આવ્યો હતો અને સગીરાને તેની મોટી બહેનને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અવાર નવાર એના ઘરની સામે આંટાફેરા મારી એને ગભરવાતો હતો. જે દરમિયાન આરોપી યુવકે શોએબ એ સગીરાને ગભરાવી ફોસલાવીને વ્યારા નગરમાં આવેલા એન.પી. જી બિલ્ડીંગ ના સાતમા માળે આવેલા ફલેટ ન 701 માં ગત  તારીખ 28 મે અને 30 મે ના રોજ ધાકધમકી આપી લઈ ગયો હતો. બબ્બે વખત સગીરાને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું.

વ્યારાની જનરલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો 
ગભરાયેલી સગીરાએ માતા-પિતાને જાણકારી આપી સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું કે માતા-પિતા દ્વારા વ્યારા પોલીસ મથકે આવી આરોપી યુવક સોયબ રાહતખાન પઠાણ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ.પોક્સકો એક્ટ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા  વધુ તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી એ.કે. પટેલે હાથ ધરી છે.  પોલીસે આરોપી યુવક ને અટક કર્યા બાદ તેનો વ્યારાની જનરલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવી જતા આજરોજ પોલીસે તેમની વિધિવત અટક કરી  ગુના કામની તપાસ ચાલુ કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી