તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:તાપી જિલ્લામાં કોરોનાની રસી 53071 લોકોને આપવામાં આવી

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લામાં કોરોના સંક્રમણની રફતાર વધી રહી છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાવાયરસની કામગીરીમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ઠેરઠેર કોરાનાની રસી મૂકવાને કારણે તાપી જિલ્લામાં સુધીમાં 50 હજારથી વધુ લોકો કોરોના રસી મુકવામાં આવી છે અને હજી પણ રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા “ સાવચેતી એજ સલામતી “ ના મંત્ર સાથે રસીકરણ કામગીરીને વેગવાન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ હાલ કોરોનાના કેસો વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે.

જિલ્લાના 45થી 60 વર્ષની વયના તથા 60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને રસીકરણ હેઠળ આવરી લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલની સીધી દેખરેખ હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સરપંચ, તલાટી કમ મંત્રી, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો સહિત પાયાના સ્તરે કામ કરતા કર્મીઓ દ્વારા રસીકરણ ઝુંબેશને સફળ બનાવવા પ્રયાસો કરીને સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલમાં સતત વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

તાપી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રસીકરણ અંતગર્ત 53071 નાગરિકોને આવરી લેવાયા છે. વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત સામાજિક, રાજકિય, ધાર્મિક આગેવાનો દ્વારા કરવામાં આવેલી અપીલને પગલે વરિષ્ઠ અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે આગળ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો