કોરોના અપડેટ:તાપી જિલ્લામાં પણ કોરોના વકર્યો, નવા 13 કેસ મળ્યા, છેલ્લા 10 દિવસમાં 61 કેસ નોંધાયા

માયપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં છેલ્લા દસ દિવસ દરમિયાન કુલ 61 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ વ્યારા તાલુકામાં સંક્ર્મણ હોવાનું જાણવા મળ્યું છે, ધીરેધીરે કોરોનાનો વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે આરોગ્ય વિભાગે સેમ્પ્લો વધુ પ્રમાણમાં મેળવવા જરૂરી બન્યા છે, તાપી જિલ્લામાં 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં વ્યારા તાલુકામાં 9 કેસો ડોલવાણમાં 1 કેસ અને વાલોડ તાલુકામાં 3 પોઝિટિવ આવ્યા છે, તાપી જિલ્લામાં આજરોજ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ 1305 જેટલા લોકોના સેમ્પલો લેવાયા હતા તે પૈકી આજરોજ 1292 જેટલા નેગેટીવ કેસ આવ્યા છે

આજરોજ આવેલ 13 સાથે જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં કુલ 61 કેસો થયા છે, સોમવારે સારવાર લેનાર સંક્રમિત 45 જેટલા લોકો જિલ્લામાં છે. જેમાંથી 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બાકીના 43 જેટલા દર્દીઓ પોતાના ઘરમાં કોરોન્ટાઇન થઈ ગયા છે, હાલ મકરસંક્રાંતિ તહેવાર હોય કોરોના વધુ ન ફેલાય તે માટે ગાઈડ લાઈનનો અમલવારી કડકાઈથી કરવી જરૂરી છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને તબીબો સાથે સંકલન સાથે ત્યા સારવાર લેતા દર્દીઓનું ટેસ્ટિંગ કરવાની પણ પ્રજામાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...