તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:ગુરૂવારે નવા 5 કેસ સાથે તાપી જિલ્લામાં કોરોના 800ને પાર

વ્યારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યારામાં 3 અને સોનગઢ, કુકરમુંડામાં 1-1 કેસ

તાપી જીલ્લામાં ગુરૂવારે કોરોના પોઝીટીવના વધુ 5 કેસ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.26-નવેમ્બર વ્યારામાં 3 કેસ, સોનગઢ અને કુકરમુંડામાં 1-1 કેસ મળી કુલ 5 વ્યક્તિઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 800 ને પાર થયો છે. આજે વધુ 5 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 731 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 451 સેમ્પલ લેવામાં આવ્યા છે.

તાપી જિલ્લામાં નોંધાયેલ કેસ
(1) 54 વર્ષિય પુરુષ, સી.ડી.સ્ક્વેર સુરતી બજાર-વ્યારા (2) 47 વર્ષિય પુરુષ, ગોલવાડ-વ્યારા (3) 50 વર્ષિય પુરુષ, વિપુલ પાર્ક,અંધારવાડી રોડ-વ્યારા (4) 50 વર્ષિય પુરુષ, વાણિયા ફળિયુ, નવાગામ-સોનગઢ (5) 38 વર્ષિય પુરુષ, નિભોંરા-કુકરમુંડા

અન્ય સમાચારો પણ છે...