તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઉચ્છલ PHCમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મીઓનો 9મી સુધી પગાર જમા ન થાય તો કામગીરીથી અળગા રહેશે

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ માસથી પગાર વિલંબ બદલ જવાબદાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

ઉચ્છલ ખાતે આઉટસોર્સ મેન પાવર દ્વારા લેવાયેલા કર્મચારીઓનો ત્રણ માસનો પગાર ન ચૂકવવા જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા 9 ફેબ્રુઆરી સુધીમાં પગાર ન થાય તો કામગીરીથી દૂર રહેવાનો ચીમકી આપી દેવાઈ હતી, જે બાબતે તાપી કલેકટરને રજૂઆત કરી હતી.ઉચ્છલ ખાતે સબ સબડિસ્ટ્રીક સરકારી હોસ્પિટલ ઉચ્છલ અને ઉચ્છલ તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , તા.ઉચ્છલ , જિ.તાપીમાં છેલ્લા છ વર્ષથી મેઈન પાવર આઉટસોર્સથી વર્ગ -3 અને વર્ગ -4ના કર્મચારીઓની નિયુક્ત કરવામાં આવેલ છે.

તાજેતરમાં તમામ આઉટસોર્સ એજન્સીઓના કોન્ટ્રાકટ પૂરો થઈ ગયો હોય એમના કોન્ટ્રાકટ 6 જાન્યુઆરી 2021 સુધી લંબાવામાં આવેલ તેમજ નવેમ્બર, ડિસેમ્બર માસનો પગાર એસ્કો એકાઉન્ટ મારફતે કરવાના આદેશ કરવામાં આવેલા પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણો એસ્કો એકાઉન્ટ ખોલવાની પ્રોસેસ હેજી પૂર્ણના થયેલ હોય તમામ કર્મચારીઓના નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસનો પગાર હજી સુધી થયેલ નથી જેના કારણે આ કર્મચારીઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.

અગાઉ તારીખ 12.01.21 લેખિત તથા 25.01.21 મૌખિક જાણ સબડિસ્ટ્રીક હોસ્પિટલના અધિક્ષકને કરવા છતાં પગાર જમા કરવામાં આવેલ નથી. સરકાર દ્વારા સમયસર પગાર ના કરનાર હોસ્પિટલો અને સંસ્થાઓ વિરોધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને ઈચિન પિનલ કોડ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ હોવા છતાં કર્મચારીઓના ત્રણ માસથી પગાર વિલંબ બદલ જવાબદાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે કોરોનાની મહામારીમાં જનતાને આરોગ્યની સેવા મળવામાં તકલીફ ના પડે એટલે ત્રણ માસનો પગારનાં થવા છતાં પણ આ કોરોના વોરીયર્સ દ્વારા કામગીરી ચાલુ રાખેલ છે.

એમ છતાં પણ એમના પ્રશ્નો પ્રત્યે દૂર્લક્ષ સેવી તારીખ 8 ફેબ્રુઆરી સુધી તમામ આઉટસોર્સિગ કર્મચારીઓનો નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસનો પગાર એસ્કો એકાઉન્ટ મારફતે એમનાં ખાતામાં જમા કરવામાં નહી આવે તો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉચ્છલ અને ઉચ્છલ તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તમામ કોરોના વોરિયર્સ દ્વારા 9મી ફેબ્રુઆરી 21ના રોજ જયાં સુધી પગાર જમા ન થાય ત્યાં સુધી કામગીરીથી અળગા રહેશે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો