તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:સતત પ્રદુષણ ઓકતા માંડવી-કીમ રોડના શેરડીના કોલા જોખમી બન્યા, બળતણમાં પ્લાસ્ટિક, ટાયર જેવા કેમિકલયુક્ત પ્રદાર્થોથી પર્યાવરણને મોટું નુકસાન

માંડવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકામાં હાલમાં ચાલતાં શેરડીના કોલામાં ઘણા કોલા માલિકો દ્વારા બળતણમાં વપરાતાં પ્રદાર્થો અત્યંત જોખમી હોવાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ધુમાડાના નીકળતાં ગોટેગોટાથી સ્થાનિક રહીશોના આરોગ્યને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માંડવી કીમ રોડ પર હાલમાં ગોળ બનાવવાના કોલા બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે.

આર્થિક ફાયદો મેળવવાની લહાયમાં ગોળના કોલામાં વપરાતા બળતણમાં પ્લાસિટનું વેસ્ટ, ટાયરો ઉપરાંત અન્ય વેસ્ટ જ્વલંતશીલ પ્રદાર્થોનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી વાતાવરણ ફેલાતા ધૂમાડાના ગોટેગોટાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આંખોમાં બળતરા થતી હોય છે. તો વળી ઘણા કોલા માર્ગને અડીને આવેલા હોય આવતા જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગોળના કોલા પર કામ કરતાં મજૂરોના કોઈ પણ સલામતીના સાધાનો પણ આપતા નથી. બળતણ તરીકેના પ્રદાર્થો નાંખતા મજૂરો સળગતી ભઠ્ઠી પર એમ જ કામ કરતા હોય છે. તો વળી નાના બાળકો પણ ભઠ્ઠી નજીક જ રમતા હોય છે. સામાન્ય શરતચૂક જીવલેણ સાબિત થવાની શક્યતા રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો