કામગીરી:વ્યારા પાસે હાઇવેના ખાડા પુરવાનું ચાલુ

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા નગરમાંથી પસાર થતા સુરત ધુલિયા હાઈવે પર ભારે વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકો તોબા પોકારી ઉઠયા હતા. તાજેતરમાં વરસાદ ઓછો થતાં માર્ગ-મકાન વિભાગ દ્વારા ખાડા પુરવાનું કામ પૂરજોશમાં ચાલુ કર દેતા વાહન ચાલકો માં થોડી રાહત થઈ હતી.

જોકે વરસાદ યથાવત રહેતા ખાડા પૂરવાની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. વ્યારા નગરમાંથી પસાર થતા સુરત-ધુલિયા હાઈવે પર ગત સપ્તાહ દરમિયાન ભારે વરસાદના કારણે વ્યારાના ટીચકપુરા થી લઈને વીરપુર ફાટક સુધી ઠેરઠેર ખાડાઓ પડી ગયા હતા જેમાં પાણી ભરાઈ રહ્યું હતું. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી .

જેને લઇને સંબંધિત માર્ગ-મકાન વિભાગ સ્ટેટ દ્વારા વરસતા વરસાદમાં પણ ખાડા પૂરવાની કામગીરી પુર જોશ માં હાથ ધરી દીધી હતી. વ્યારા નગરમાં કાનપુરા તેમજ વીરપુર ફાટક નજીક, જનક ત્રણ રસ્તા પાસે વરસતા વરસાદમાં પણ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી દેવાઇ હતી. જેના પગલે વાહનચાલકોને થોડી રાહત મળી હતી.

માર્ગ-મકાન વિભાગ દ્વારા વરસાદ બંધ થાય અને તાકીદે પૂરજોશમાં માર્ગનો રિપેરીંગ કામ હાથ ધરી દે એવી માંગણી વાહન ચાલકોની ઉઠવા પામી છે હાલ વરસતા વરસાદમાં પણ માર્ગ-મકાન ની કામગીરી ચાલુ રહેતા વાહનચાલકો ના વાહનો ના નુકશાન ઓછા થઈ રહશે.

અન્ય સમાચારો પણ છે...