તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વ્યારાની કાળીદાસ હોસ્પિટલમાં ઓક્સિજન અને 5 ICU સુવિધા સાથે 100 બેડ બનાવાની કામગીરી

વ્યારા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વ્યારા જનરલ હોસ્પિટલમાં કોરોના વકરતા 160 બેડ ફૂલ થઇ ગયા

તાપી જિલ્લા સહિત વ્યારા માં સંક્રમણ વધી રહેતા તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણી એ તાત્કાલિક આરોગ્ય વિભાગે મિટિંગ યોજી હતી. જેમાં વ્યારા જનરલ હોસ્પિટલમાં 160 બેડ ફૂલ થતા દર્દીઓની સુવિધા માટે તાત્કાલીક 100 બેડની સુવિધા સાથે કાળીદાસ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ચાલુ કરી દેવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ વધુ ન વકરે તે માટે રસીકરણની કામગીરી હાથ ધરી હતી.

સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત દર્દીઓની સખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની વધતી જતી પરિસ્થિતિના પગલે તાપી આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર કામે લાગી ગયુ હતું. હાલ તાપી જિલ્લામાં સાત તાલુકામાં 60 હજારથી વધુ લોકોને વેકસિન મુકાઈ છે.

સાથે રોજેરોજે વધુમાં વધુ લોકો કોરોના પ્રતિરોધક રસી મુકવા માટે પ્રયાસ હાથ ધરી રહી છે. હાલની કોરોનાની સ્થિતી ગંભીર બનતા વ્યારાની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ સંખ્યા વધતા હાઉસ ફૂલ થઇ છે. વ્યારામાં જનરલ હોસ્પિટલમાં 160 બેડ દર્દીઓથી ફૂલ થઈ ગયા હતા. સિવિલમાં નોન કોવિડને પણ દાખલ કરવામાં આવે છે.

કોરોનાના વધતા જિલ્લામાં વધુ બેડ ધરાવતી હોસ્પિટલની જરૂરિયાત ઉભી થઇ હતી, જેના કારણે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી તાપી જિલ્લા કલેકટર આર. જે. હાલાણીએ આરોગ્યની ટિમ અને વ્યારા સિવિલ સુપ્રીટેન્ડ ડો.નૈતીકભાઈ ચૌધરીના સાથે બેઠક યોજી જેમાં વ્યારાની કાળીદાસ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા અને 5 બેડ આઇસીયું સુવિધા સાથે 100 બેડની હોસ્પિટલ બનાવાની કામગીરી ચાલુ કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો