તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:તાપી જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો જાહેર

વ્યારા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ કારોબારી અધ્યક્ષનીની ટિકિટ કપાઈ

તાપી જિલ્લા પંચાયતના ઉમેદવારોની ટિકિટ ફાળવણી મુદ્દે પક્ષમાં ચાલી રહેલો જૂથવાદ કે ખેંચતાણને લીધે આજરોજ યાદી જાહેર કરવામાં આવી જેમાં કેળકૂઈ સીટના સીટિંગ સભ્ય અને કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરીની ટિકિટ કપાતાં મોટો અપસેટ સર્જાયો હતો. વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ સિદ્ધાર્થ ચૌધરી બાજી મારી ટિકિટ મેળવવામાં સફળ થયા હતા.

તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકો તથા સાત તાલુકા પંચાયતોના કોંગ્રેસના ઉમેદવારોની યાદી આજરોજ બહાર પડી છે, જેમાં કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે આંતરિક ખેંચતાણ જામી ગયેલ હોય. આજરોજ માત્ર જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને કેળકૂઈ બેઠક પર જિલ્લા કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરીની ટિકિટ કપાયા બાદ વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ સિદ્ધાર્થ ચૌધરીને મેન્ડેટ મળતા મોટો અપસેટ થયો છે અને સિદ્ધાર્થ ચૌધરીએ પ્રદેશ કક્ષાએ વગ મોટી હોવાનું પુરવાર કર્યું છે, આવનારા દિવસોમાં સિદ્ધાર્થ ચૌધરી તાપી જિલ્લામાં મોટી ઉથલ પાથલ કરશે એવી કોંગ્રેસીઓમાં જોર પકડ્યું છે. તાપી જિલ્લા પૂર્વ પ્રમુખ ગજરાબેન ચૌધરીએ પણ વય મર્યાદાના કારણે ટિકિટ લીધી ન હતી.

કેળકૂઇ બેઠક પર સ્થાનિકની ટિકીટ કપાઇ
તાપી જિલ્લામાં કેળકૂઈ અ .જ.જા. બેઠક પર ભારેથી અતિ ભારે ખેંચતાણના અંતે મુકેશભાઈ ચૌધરી સ્થાનિક હોવા છતાં ટિકિટ કપાઈ સિદ્ધાર્થભાઇ અમરસિંહભાઈ ચૌધરીના નામ પર કોંગ્રેસ મોવડી મંડળે મંજૂરીની મહોર મારી છે.

વાલોડ જિલ્લા પંચાયતના ઉમેદવારો
વાલોડ બેઠક વિજયાબેન નાયકા
બુહારી બેઠકઅલ્પાબેન પટેલ
કમાલછોડહરીશભાઈ ચૌધરી

વ્યારા જિલ્લા પંચાયતના બેઠકના ભાજપના ઉમેદવારોની યાદી
ચાંપાવાડી વેલજીભાઇ ચૌધરી
બોરખડી નીતાબેન ગામીત
ઊંચા માળા દિલીપભાઈ ચૌધરી
કરંજવેલ રમીલાબેન ગામીત
કેળકૂઈસિદ્ધાર્થભાઇ ચૌધરી

કુકરમુંડામાં જિલ્લા પંચાયતની બેઠક
બાલંબાનિર્ગુણાકુમારી વળવી
ફુલવાડીએકનાથભાઈ કોળી

નિઝરમાં જિલ્લા પંચાયતની બેઠક
નિઝરપ્રેમિલાબેન પાડવી
વેલદારમણભાઈ સાળવે
સાલશેખરભાઈ પાડવી

સોનગઢમાં જિલ્લા પંચાયતની બેઠક
ચીમેરએલિશાબેન ગામીત
ડોસવાડાજયશ્રીબેન ગામીત
ભીમપુરાબોબીનભાઈ ગામીત
બોરદાઇન્દીરાબેન ગામીત
ધજાંબાસીંગાભાઇ ચૌધરી
ગુણસદારેહાનાબેન ગામીત
આમલગુંડીભીલાભાઇ ગામીત

ડોલવણમાં જિલ્લા પંચાયતની બેઠક
ડોલવણમંજુલાબેન ગંગોટે
ગડતરાજુભાઈ ગામીત
પાટીઅશ્વિનભાઈ ગામીત

ઉચ્છલમાં જિલ્લા પંચાયતની બેઠક
મોહિનીસમીર વસાવા
વડપડા નેસપાનકીબેન વસાવા
ઉચ્છલજીજાબેન ગામીત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો