તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ:તાપી જિલ્લામાં કોરોના જાગૃતિ માટે લોકબોલીમાં ગીતો રચ્યા

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો સ્થાનિક ભાષામાં બનાવી સોશિયલ મીડિયામાં મૂકાયા

કોરોનામાં પોલીસતંત્ર ગૃહ વિભાગના દિશા નિર્દેશ મુજબ લોકોને કાયદાનું પાલન કરાવે છે. કોરોના કાળમાં બીજી લહેરમાં માનવજાતે ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. લોકોમાં જાગૃતિ આવે અને કોરોના ફેલાય જ નહીં તે માટે અનેકવિધ પગલાંઓ લેવાયા. લોકોને સમજ આપતા જાગૃતિ વીડિયો સ્થાનિક ભાષાઓમાં બનાવી સોશિયલ મીડિયામાં મૂકાયા છે.

તાપી પોલીસ વડા સુજાતા મજુમદારેએ જણાવ્યું હતું કે તાપી માં પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. આદિવાસી બહુતુલ વસ્તી ધરવતા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ચૌધરી, ગામીત, વસાવા, ઢોડિયા જાતિના લોકો વિશિષ્ટ બોલી બોલતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકજાગૃતિનો સંદેશ આપવો હોય તો સ્થાનિક બોલીમાં કરવામાં આવે તો અસરકારક સાબિત થાય. આ કારણસર તાપી પોલીસે નવતર અભિગમ અપનાવ્યો. પોલીસે સ્થાનિક કલાકારોનો સંપર્ક કરી મહામારી સામે બચવા લોકગીતોની રચના તૈયાર કરાવી હતી. પોલીસના સુરક્ષાસેતુના ફંડનો ઉપયોગ કરી લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ હાથ ધર્યો. સોશિયલ મીડિયા અને તાપીના સાત તાલુકા વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, કુકુરમુંડા, ડોલવણના વિવિધ ગામે ગામ આ લોકગીતો હાલ ધૂમ મચાવી રહ્યા છે.

સંદેશ ઝડપથી પહોંચે અને જાગૃતિ આવે
તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુના અનુદાનથી નવતર અભિગમ અપનાવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં વસતા મહત્તમ ચૌધરી અને ગામીત લોકોને તેમની બોલીમાં કોરોનાથી બચવા માટેનો સંદેશ આપતા ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. સ્થાનિક કલાકારોએ લોકબોલીમાં ગીતોની રચના કરી લોકસંગીત લોકોને પીરસતા કોરોના સામે તકેદારી રાખવા માટે આ ગીતો મારફતનો સંદેશ ઝડપથી લોકો સુધી પહોંચે અને જાગૃતિ આવે તે માટે પોલીસ વિભાગના પ્રયાસ સરાહનીય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...