વિકાસ કામો:તાપી જિલ્લામાં 37.84 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારાથી રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરાયા હતા. - Divya Bhaskar
વ્યારાથી રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરાયા હતા.
  • તાપીમાં મંત્રી મુકેશ પટેલના હસ્તે 28 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે જિલ્લાના વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રૂપિયા 28 લાખના કામોનું લોકાર્પણ અને રૂપિયા 37.84 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, ૨૫૦થી વધુની વસ્તી ધરાવતા ગામોના ૨ લાખથી વધુ લોકોને રોડ કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યા છે. ટુંકા અંતરના બારમાસી રસ્તાઓ વાળા ગામોનો સર્વે કરી માર્ગ સુવિધા પુરી પાડવાનું પંચાયત માર્ગ વિભાગનું આયોજન છે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન વિકાસની ગતિને તેજ બનાવી રહ્યું છે. વિકાસના કામો સો દિવસમાં પૂર્ણ કરવાના એજન્ડા સાથે અમારી સરકાર કામ કરી રહી છે. સમગ્ર ગુજરાતના દરેક ખુણે અને કોઇને કોઇ વિકાસના કામો સતત ચાલી રહ્યા છે. કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ કામોનું ખાતમુહૂર્ત કરાયું
વ્યારા તાલુકાના બેડકુવાદુર ગ્રામ પંચાયત બિલ્ડીંગ 14 લાખ રૂપિયા, ડોલવણ બેહેડારાયપુર ગ્રામ પંચાયતનું 14 લાખ રૂપિયાના કામ, જ્યારે 37.84 કરોડના વિવિધ 117 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં વ્યારા-25, સોનગઢ-52, ડોલવણ-21, નિઝર-05, કુકરમુંડા-04 અને ઉચ્છલ-10 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ તાપી વર્ષ 2020-21માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) અંતર્ગત તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ 300.17 કિ.મી. લંબાઈના 136 કામો રૂ।.51.44 કરોડના મંજુર કરવામાં આવેલ છે. જે ટૂંક સમયમાં શરૂ થનારા 145.64 કિ.મી.ના 117 રસ્તાઓને રૂા.37.84 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર રસ્તાઓનું ઈ-ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...