તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમ ભંગ:વ્યારાના વૃંદાવાડીમાં જાહેરમાં બર્થડે પાર્ટી કરવા બદલ યુવક સામે જાહેરનામા ભંગની ફરિયાદ

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્મદિવસ ઉજવનાર યુવકની અટક

વ્યારામાં યુવકે જાહેરમાં બર્થ ડે ઉજવતા પોલીસે યુવક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. યુવક રાકેશ ચૌધરીએ અન્ય બુટલેગર મિત્રો સાથે મળી જાહેર રસ્તા પર આતશબાજી સાથે ઉજવાયેલા બર્થ ડેના લીધે હેરાન થયેલા સ્થાનિકોએ પોલીસને રજૂઆત કરતા એપિડેમીક એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને તંત્ર દ્વારા ડીસ્ટન્સ જાળવવામાં માટે પ્રસંગ માટે પરમીશન તંત્ર પાસે લેવાની હોય છે. ત્યારે વ્યારાના વૃંદાવાડી જલારામ સર્વિસ સ્ટેશન પાસે રાકેશ અમરસિંગ ચૌધરી ઉ.વ.35 રહે છે. વ્યારા વૃંદાવાડી જલારામ સર્વિસ સ્ટેશન પાસે જાહેરમાં રાત્રે સોશ્યલ ડિસ્ટન્સ નહી રાખી માસ્ક વિના જન્મદિવસ લોકોને ભેગા કરી સાથે આતશબાજી કરી યુવકોને ભેગા કરી ઉજવ્યો હતો. સ્થાનિકોએ વ્યારા પોલીસને જાણ કરી હતી.

એએસઆઇ ભીખાભાઈ જેઠાભાઈએે જન્મદિવસની ઉજવણી કરતા યુવકની અટક કરી હતી. સ્થાનિકો દ્વારા યુવક બુટલેગર હોવાનો આક્ષેપ થયો હતો. વ્યારા પીઆઇ રાકેશ પટેલએ જણાવ્યું કે 2017માં યુવક પર દારૂ વેચવાનો 1200 રૂપિયાનો કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...