ફરિયાદ:ગર્ભવતી પત્નીના પેટમાં લાત મારનારા પતિ સામે ફરિયાદ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પર બળજબરી કરીને ગર્ભ પડાવી દીધો હતો

વ્યારાની પરિણીતાએ પોતાની પર ત્રાસ ગુજારતા સાસરિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વ્યારાના ચીખલી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા કંચનબેન વળવીએ ગત 22-04-21ના રોજ પ્રદિપ ભાલદેવ વળવી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન કરનાર પ્રદિ૫ સેન્ટ્રલ જેલ લાજપોર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યુ છે. થોડાક સમય બાદ દારૂ પી તે ઘરે આવવા લાગ્યો હતો. જેથી તેણીએ પોતાના પતિ પ્રદિપને દારૂ પીવાની ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થતો હતો.

ઘરમાં મુકેલી કોઈ પણ વસ્તુ ઉંચકીને મારી દેતો હતો. ઉપરાંત તા.05.09.21 ના રોજ આ મહિલાને અઢી મહિનાનો ગર્ભ હતો, ત્યારે તેના પતિએ તેનો ગર્ભ પડાવી નાંખવા માટે દવા પીવા માટે આપતા પણ આ મહિલાએ તે દવા પીવાની ના પાડતા સાસુ તથા નણંદે તેના વાળ પકડીને માર માર્યો હતો. પતિએ આપેલ દવા પીતા તેનો ગર્ભ પડી ગયો હતો. ત્યાર બાદ પરિણિતા પોતાની મમ્મીના ઘરે તુલસીપાર્ક સોસાયટીમાં રહેવા જતી ૨હી હતી. પતિના કહેવાથી ફરી સાસરીમાં ગઈ ત્યારે નણંદ અને સાસુએ મેણા ટોણા મારતા ફેબ્રુઆરી મહિના સુધી તે પતિ સાથે રહી હતી.

ગઇ તા.27.02.22 ના રોજ ઉચ્છલ તાલુકાના નવાગામ ખાતે સાસરીના કુટુંબમાં લગ્નમાં પતિ સાથે લગ્નમાં ગઇ ત્યારે દારૂ પીવાની ના પાડતા એક મહિનાનો ગર્ભ હોવાની તેના પતિને ખબર હોવા છતા તેના પતિએ પગમાં પહેરેલ બુટથી તેને પેટમાં લાત મારી હતી. લાત મારેલ હોય મહિલાના પેટમાં દુખાવો થતા ઉચ્છલ સરકારી દવાખાનામાં સારવાર કરાવી હતી. ત્યાર પછી તે સાસરીમાં મમ્મી સાથે રહે છે. મહિલા એ ત્રણ વ્યક્તિ મીતલ ભાલ દેવ વળવી, સુમિત્રા ભાલદેવ વળવી, પ્રદિપ ભાલદેવ વળવી વિરુદ્ધ વ્યારા મહિલા પોલીસ માં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...