તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચલથાણ હાઇવે પર અકસ્માતમાં ક્લિનરના મોત અંગે ફરિયાદ

નવાગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચમાં અકસ્માત બાદ લોકડાઉનના કારણે હાલમાં ફરિયાદ

ગત માર્ચ મહિનામાં રાત્રી દરમિયાન નાસિકથી દ્રાક્ષ ભરી વડોદરા જઈ રહેલી પિકઅપ ચલથાણની સીમના ને.હા.48 પર એક ટ્રક સાથે અથડાયા બાદ હાઇવે પર જ પલટી ગઇ હતી. પિકઅપમાં બેઠલા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને મુંબઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ પૈકી ક્લિનરનું મોત નીપજ્યું હતું.

ગત 12 માર્ચના રોજ નાસિકના ફદોપુર ગામમાં રહેતા ગણેશભાઈ અશોકભાઈ બોરહાડે (27)નાઓ પોતાના ગામમાં રહેતા નવનાથ યાદવની માલિકીની પિકઅપ MH 16 CA 0552 લઇ ડ્રાઇવર દીપકભાઈ સિંધે (23 ) તેમજ પિતરાઈ ભાઈ અને ક્લિનર એવા ગોકુદભાઈ બોરહાડે સાથે દ્રાક્ષ ભરી નશીકથી વડોદરા જઈ રહ્યા હતા જે અરસામાં ચલથાણ ગામે ને.હા.48 પરથી પસાર થતી વેળાએ પિકઅપ ટ્રક સાથે અથડાયા બાદ પલટી જતા પિકપમાં બેઠલા ક્લીનર ગોકુળ બોરહાડેને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર બેભાન થઈ પડ્યો હતો, તેમજ ડ્રાઇવર અને ગણેશભાઈને સામાન્ય ઈજા થઈ હતી.

જે બાદ ડ્રાઇવર દીપકભાઈ અને ગણેશે ક્લીનર ગોકુળને 108ની મદદથી સુરત સ્મીમર ખાતે સારવાર અર્થે ખસેડી ત્યાંથી રજા લઈ મુંબઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ઓપરેશન બાદ 19 માર્ચના રોજ ગોકુળ બોરહાડેનું મોત નીપજ્યું હતું. ત્યારે મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાના કારણે મૃતકના પિતા વસંતભાઈ બોરહાડેએ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમાં પિકઅપના ચાલક દિપક સીંદે વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...