તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:વ્યારા નગરમાં જુના બસ સ્ટેન્ડ નજીક ઓક્સિજન ટ્રાન્ઝિન્ટ કેમ્પની શરૂઆત

વ્યારા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજન પુરો પાડવામાં આવશે

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીની સંખ્યામાં વધારો થતાં કેટલાક કિસ્સામાં ઓક્સિજનની અછત વર્તાય રહી છે. ત્યારે મૂળ વ્યારાના વતની અને હાલ વિદેશમાં રહેતા નાગરિકો હવે જિલ્લાના લોકોની વહારે આવ્યા છે. તેમણે પોશિકા ચેરીટેબલ ટ્રસ્ટ અને કાનપુરા યુવક મંડળના સહયોગથી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે ઓક્સિજન ટ્રાન્ઝિન્ટ કેમ્પની શરૂઆત કરી છે.

પોષિકા ચેરિટેબલ ફાઉન્ડેશન અને વ્યારા મિત્ર મંડળ યુ.એસ.એના સહયોગથી દેસાઈ માર્કેટની બાજુમાં જુના બસ સ્ટેન્ડ પર ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કર્યો છે, જ્યાં હોસ્પિટલમાં જગ્યા શોધતા કે અન્ય દર્દીઓને પ્રાથમિક સારવાર રૂપે ઓક્સિજન આપવામાં આવશે. આ સેવા વિના મૂલ્યે છે.

ડો.અતુલ દેસાઈ, ડો.અરવિંદભાઈ પટેલ અને કાનપુરા યુવક સંઘ વીરાફ બુહારીવાલા અને આશિષ પંચોલી અને અન્ય સ્વયંસેવકોની મદદથી આ કાર્ય પાર પડાયું છે. વ્યારાના પૂર્વ પ્રમુખ મહેરનોઝભાઈ જોખી, વ્યારા પાલિકા ઉપ પ્રમુખ સુધીરસિંહ ચૌહાણ તેમજ હશુભાઈ ભક્ત સહિત આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરી ચાલુ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો