તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લા ખાતે મતદારોને વધુ સુવિધા આપવાના ભાગરૂપે e-EPIC નામની નવી ડિજીટલ સેવા શરૂ કરવામાં આવી છે, જે nvsp.in બ્રાઉઝર તેમજ voterportal.eci.gov.in વડે મોબાઇલ કે કોમ્પ્યુટરમાં e-EPIC ડાઉનલોડ કરી શકાશે. જે બાબતે કલેકટર દ્વારા વિવિધ માર્ગદશન આપ્યું હતું.
તાપી જિલ્લામાં આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. બીજી તરફ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને વધુ સુવિધા આપવાના ભાગરૂપે e-EPIC નામની નવી ડિજીટલ સેવા શરૂ કરવામાં આવેલ છે. જે nvsp.in બ્રાઉઝર તેમજ voterportal.eci.gov.in વડે મોબાઇલ કે કોમ્પ્યુટરમાં e-EPIC ડાઉનલોડ કરી શકાશે.
વધુમાં આ ડિજીટલ સેવાનો ઉપયોગ મતદાર ઓળખકાર્ડ ચુંટણીમાં મતદાન સમયે ઓળખના પુરાવા તરીકે પણ કરી શકશે. મતદારોને ડિજિટલ સુવિધા પ્રદાન કરવા હેતુથી યુનિક મોબાઇલ નંબર ધરાવતા મતદારો માટે વિવિધ પ્લેટફોર્મ પરથી ઓનલાઇન e-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ કરીને જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ સો ટકા મતદાન કરવા જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ ખાસ અનુરોધ કર્યો છે. આ અંગે વધુ માહિતી માટે 1950 નંબરની સેવા નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.