તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર:સરકારી કચેરીઓમાં કોરોનાલક્ષી તકેદારી રખાવવા કો-ઓર્ડીનેટરની નિમણૂક કરાશે

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લેવામાં આવેલો નિર્ણય

વ્યારામાં તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, નિકાલ માટેના બાકી કાગળો, બાકી વસુલાત, ખાતાકિય તપાસ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કલેક્ટરએ તાપી જિલ્લામાં કોરોના વાયરસ COVID-19 સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે તમામ કચેરીઓમાં તકેદારી રાખવા બાબતે માર્ગદર્શન આપતા કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ચસ્ત રીતે પાલન થાય અને કચેરીઓમાં આવતા અરજદારો ફરજિયાત માસ્ક પહેરી આવે અને સોશ્યલ સિસ્ટનીંગ જળવાઈ રહે તે રીતે કચેરીમાં પ્રવેશ અપાય, શક્ય હોય ત્યાંસુધી રૂબરૂ મુલાકત ટાળી ટેલિફોનક વાત કરીને અરજદારની રજુઆતનુ નિવારણ કરવાની કાળજી રાખવા તમામ અધિકારીઓને સુચના આપી હતી. આ સંદર્ભે જિલ્લામાં આવેલ તમામ કચેરીઓમાં તાત્કાલિક કોરોના કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરવાની પણ તાકીદ કરી હતી.

સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગજરાબેન ચૌધરી, નાયબ વનસંરક્ષક આનંદકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, પ્રાંત અધિકારી હિતેષ જોષી, કાર્યપાલક ઈજનેર અજીત વસાવા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો