તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બાળ સેવા યોજનાના લાભાર્થી કૃપાલ સાથે CMનો સંવાદ

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નામાગરકુઈ ના બાળકો. - Divya Bhaskar
વ્યારા નામાગરકુઈ ના બાળકો.
  • ભણી-ગણીને પોલીસ બનવા માંગું છું - બાળ સેવા યોજના લાભાર્થી કૃપાલ

તાપી જિલ્લાના તાલુકામાં કોરોના સંક્રમણને પગલે 17 બાળકોના માતા-પિતા ઓના મોત નિપજયા હતા જેને લઇને રાજ્ય સરકાર દ્વારા બાળ સેવા યોજના ચાલુ કરી હતી.જે પૈકી આજરોજ વ્યારા તાલુકાના મગર કોઈ ગામના બાળ સેવા યોજનાના લાભાર્થી બાળક સાથે મુખ્યમંત્રી દ્વારા સંવાદ કર્યો હતો અને વિવિધ ચર્ચાઓ કરી હતી.

તાપી જિલ્લામાં કુલ-17 બાળકોએ કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. જેઓને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સહાય અર્પણ કરવામા આવી છે. વ્યારા તાલુકા ના મગરકુઇ ગામના રહેવાસી કૃપાલભાઇ યોગેન્દ્ર ગામીત અને તેઓના પાલક વાલી દાદા નરસિંગભાઇ ગામીત મુખ્યમંત્રી સાથેના મોકળા મને સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બાળકો સાથે વાતચીત કરી તથા તેઓના પાલક વાલી સાથે મોકળા મને સંવાદ સાધી સૌને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી શૈક્ષણિક કીટ ભેટ આપી હતી. એક મુલાકાતમાં કૃપાલ ગામીત જણાવે છે કે, હુ 11માં ધોરણમાં અભ્યાસ કરું છું. કોરોનામાં મારા માતા-પિતાનુ અવસાન થયું છે. પરંતુ અમે પહેલાથી જ દાદા-દાદી અને કાકા-કાકી સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા તેથી મને અને મારી મોટી બહેનને માતા-પિતાની કમી અનુભવવા દીધી નથી. પરિવારમાં ખેતીની આવક અને બચતથી અમારુ ગુજરાન ચાલે છે. મારા માતા-પિતાના જતા ભણતર અંગે ચિંતા હતી પરંતુ મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ અમને સહાય મળતા અમારા ભણતર અંગે ચિંતા મુક્ત થયા છે. ભણી-ગણીને પોલીસ બનવા માંગુ છું. જેના માટે સખત મહેનત કરીશ.

કોરોનામાં મૃત્યુ પામનારના સંતાનોને સહાય
રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળમાં માતા-પિતાના અવસાનથી નિરાધાર થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ 21 વર્ષની વય સુધી રાજ્ય સરકાર દર મહિને રૂ 4 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. એક વર્ષથી વધુ સમયામાં કોરોનાના કપરાકાળમાં જ્યા અનેક લોકોએ પરિવારના વડિલો સાથે રોજગાર પણ ગુમાવ્યા છે ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા સહાય આપવાની પહેલના નિર્ણયથી નિરાધાર બની ગયેલ બાળકો અને પાલક વાલીઓમાં ખુશીના મહોલની સાથે ભવિષ્યમાં થનારા ભણતર અને ખર્ચ બાબતે ચિંતા મુક્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...