સફાઇ ઝુંબેશ:તાપીના 521 ગામમાં સફાઇ ઝૂંબેશ, વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમમાં અંદાજિત 21હજારથી વધુ લોકોએ ભાગ લીધો

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર માસ દરમિયાન “સ્વચ્છ ભારત” અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ડીડીઓ ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ મારૂ ગામ સ્વચ્છ ગામ-સફાઇ ઝુંબેશ તાપી જિલ્લામાં આજે તમામ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ સ્વચ્છતા ઝુંબેશ જનભાગીદારીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. કાર્યક્રમના ઉપલક્ષમાં ડીડીઓએ વ્યારાના ઉચામાળા ખાતે સફાઇ ઝુંબેશમાં જોડાઇ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે ગ્રામજનો સાથે પોતે સફાઈ કામગીરીમાં ભાગ લઇ પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કર્યો હતો અને સ્વચ્છતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા જાળવીએ તે કામ નહીં પરંતુ સ્વભાવ બનાવી સ્વચ્છતાને આપણી જીવનશૈલીનો ભાગ બનાવવો જોઇએ. જિલ્લાના 521 ગામોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

તાપી જિલ્લામાં ઓક્ટોબર દરમિયાન યોજાયેલ કાર્યક્રમોમાં જળસ્ત્રોતોની સફાઇ, ગામડાઓના બ્યુટીફીકેશન, હેરિટેજ સાઇટ, યાત્રાધામો, શૈક્ષણિક સંકુલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, નેશનલ હાઈવે, સ્થાપત્યો, મંદિરો ધાર્મિક સ્થળો, પીએચસી-સીએચસી, હોસ્પિટલો, ગ્રામહાટ, દુધ મંડળીઓ, બાગબગીચા, આંગણવાડી તથા ગામની આસપાસના જાહેર સ્થળોની સફાઈ કરી હતી.

જિલ્લાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા સાથે પ્લાસ્ટિક મુક્ત બનાવવા સાથે 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તમામ ઘરેથી અને સામૂહિક રીતે પ્લાસ્ટિક એકત્ર કરાયુ હતુ. કાર્યક્રમમાં યુવાનો, પ્રબુધ્ધ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થા, સંગઠનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થઈ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...