તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રત્યક્ષ શિક્ષણ:આજથી તાપીની 431 શાળામાં ધો.6 થી 8ના વર્ગો શરૂ

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો કહેર ઓસરતા હવે તબક્કાવાર ઓફલાઇન શિક્ષણને વેગવંતુ કરાયું

તાજેતરમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ હાલમાં ઘટી રહ્યું હોવાથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર વિવિધ વર્ગ અને શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી. આજથી તાપી જિલ્લાની પણ 431 શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 35,208 વિદ્યાર્થીઓ અત્યાર સુધી ઓનલાઈન કલાસ ભર્યા બાદ હવે શાળામાં બેસી અભ્યાસ કરશે. દરેક શાળાએ બુધવારે વિદ્યાર્થીઓ માટે સેનેટાઇઝિંગથી લઈ બેઠક વ્યવસ્થા સહિતની તૈયારીઓ કરી હતી.

કોરોનાનો કહેર ઓસરતા અન્ય જિલ્લાઓની માફક તાપી જિલ્લામાં તબક્કાવાર ઓફલાઈન શિક્ષણનું કામકાજ શરૂ કરી દેવાયું હતું. પ્રથમ તબક્કામાં ધોરણ 12 ત્યારબાદ બીજા તબક્કામાં ધોરણ 9થી 11 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાયું હતું. હવે ગુરુવારથી બીજા તબક્કામાં કોરોનાની એસઓપી મુજબ વાલીઓની સંમતિ વાળા વિદ્યાર્થીઓને બોલાવીને ઓફલાઈન શિક્ષણ આજથી વિધિવત શરૂ કરવામાં આવનાર છે.

તાપી જિલ્લાની કુલ 431 શાળામાં નોંધાયેલા 35,208 વિદ્યાર્થીઓ ધોરણ 06થી 08ના ઓફલાઈન અભ્યાસ માટે શાળાઓમાં હાજરી આપશે. જોકે, ગુરુવારે શાળા ખુલ્યા બાદ જ 35 હજાર વિદ્યાર્થીઓમાંથી કેટલા હાજર રહેશે, એ ખબર પડશે. શાળાઓમાં વિદ્યાર્થીઓના આગમન માટેની પૂર્વ તૈયારીઓ કરી છે.

બાળકોની સાથે શિક્ષકોમાં પણ ઉત્સાહ
જે વાલીઓ સંમતિ પત્ર આપશે તેમના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. બે દિવસ સુધી બાળકોની સંખ્યાઓ જોવામાં આવશે. ત્યારબાદ બાળકોને વર્ગખંડમાં સોશિયલ ડિસટન્સ સાથે બેસાડવામાં આવશે. જરૂરિયાત મુજબ વધુ વર્ગખંડોની સગવડ ઊભી કરાશે. > સેજલબેન શાહ, આચાર્ય, ખુ.મા ગાંધી પ્રાથમિક શાળા, વ્યારા

આચાર્યોને એસઓપી અંગે માર્ગદર્શન અપાયું
આજથી બોર્ડની પ્રાથમિક શાળા ધોરણ 6થી 8 ના વર્ગો માટે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પૂર્ણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને અનુલક્ષી શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શાળામાં શરૂ કરવા માટે એસ ઓ પી ની તાલીમ માટે વીડિયો કોન્ફરન્સથી માર્ગદર્શન આપી દેવામાં આવ્યું છે. > જયેશભાઇ ચૌધરી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાપી

અન્ય સમાચારો પણ છે...