તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:તાપીમાં ધોરણ 9થી વધુના ક્લાસીસ 50 % ક્ષમતા સાથે ખોલી શકાશે

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી માં કોરોના વાયરસ કોવિડ-ની અસર ઓછી થતા લતાપી જિલ્લામાં કલેક્ટર એચ.કે.વઢવાણિયા દ્વારા કોવિડ સંદર્ભે માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં ધોરણ નવ થી પોસ્ટ ગ્રેજયુએટ સુધી ના કલાસીસ સહિત અન્ય વેપાર સહિત પ્રસંગોપાત વિવિધ છૂટછાટ અપાઈ હતી.

તાપીમાં કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર સલુન, બ્યુટી પાર્લર રેસ્ટોરેન્ટ, અઠવાડીક ગુજરી ,બજાર ,હાટ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.31.07.21 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

જીમ 60 ટકા ક્ષમતા સાથે તથા જાહેર જનતા માટે જાહેર બાગ-બગીચા રાત્રિના 9 વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન ચાલુ રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.

અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40. વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જાહેર જનતા માટે ધાર્મિક સ્થાનો મહત્તમ 200.વ્યક્તિઓની મર્યાદામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસઓપીને આધિન ખોલી શકાશે. પરંતુ બંધ સ્થળોએ 50 ટકાની ક્ષમતામાં ચાલુ રહેશે. વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે.

અન્ય સમાચારો પણ છે...