તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:તાપી જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષી બોર્ડરની 14 ચેકપોસ્ટ પર ચેકીંગ

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તાપીમાં વિવિધ ચેકપોસ્ટ પર ચેકીંગ હાથ ધરાયુ. - Divya Bhaskar
તાપીમાં વિવિધ ચેકપોસ્ટ પર ચેકીંગ હાથ ધરાયુ.

તાપી જિલ્લા માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની સાથે જ વહીવટી તંત્ર સજ્જ થયું સાથે પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે કામગીરી હાથ ધરી દીધી છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં મહારાષ્ટ્ર ની બોર્ડર ને જોડતા 14 જેટલા પોલીસ પોઈન્ટ ઉભા કર્યા હતા. જેને લઇને અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટેની કામગીરી હાથ ધરી દેવાઇ હતી.

આગામી સમયમાં યોજાનારાી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થાય એ હેતુથી ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે કડક વાહન ચેકીંગની સાથે સાથે મહારાષ્ટ્રને અડીને આવેલા ગામડાઓમાં અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃતિઓને ડામવા તાપી પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

જેમાં મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા તાપી જિલ્લા અને મહારાષ્ટ્રની બોર્ડરને જોડતા 14 જેટલા નાકા પોઇન્ટ ઉભા કરાયા હતા. તમામ નાકાપોઇન્ટ પર 28 પોલીસ કર્મચારીઓ, 36 હોમગાર્ડ, 68 જીઆરડી અને 8 ટીઆરબી જવાનો સહિતની ટિમો તૈનાત કરાઇ છે. તેમજ આ તમામ સ્થળોએ ખાસ નાકાબાંધી કરાઈ છે જ્યાં તમામ અવરજવર કરનારાઓને ચકાસણી કર્યા બાદ જવા દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો