ભાસ્કર વિશેષ:રસીકરણ વેગવાન કરવા મનરેગા સ્થળોએ કેમ્પ

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લામાં મનરેગા હેઠળ જ્યાં કામ ચાલે છે ત્યાં જઇ રસી કરણ કરાયુ હતુ. - Divya Bhaskar
તાપી જિલ્લામાં મનરેગા હેઠળ જ્યાં કામ ચાલે છે ત્યાં જઇ રસી કરણ કરાયુ હતુ.
  • નિઝર ના રાયગઢ, ઉચ્છલના કતાસવણ અને ભડભૂંજા ગામે કાર્યવાહી

તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે ગ્રાઉન્ડ લેવાલે કામગીરી કરી રહ્યું છે. ત્યારે નિઝર તાલુકાના રાયગઢ ગામ અને ઉચ્છલ તાલુકાના કતાસવણ અને ભડભૂંજા ગામે ચાલતા મનરેગા યોજનાના કામોના સ્થળો પર કોરોના પ્રતિરોધક રસી અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લામાં કોરોનાની મહામારી ગામેગામ સુધી પહોચી હતી, જેના કારણે લોકો હાશકારો અનુભવી રહ્યા છે. જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવાના ભાગરૂપે કોરોના સામે સુરક્ષા કવચ સમાન રસીકરણ કાર્યક્રમને વેગવંતુ બનાવવા જિલ્લાના વિવિધ સ્થળોએ રસીકરણના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ સ્થળોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શ્રમિકોને રોજગારી આપવા મનરેગા યોજના હેઠળ ચેકડેમ, તળાવના વિવિધ કામો ચાલી રહ્યા છે. તે સ્થળોએ ગ્રામજનોની સંખ્યા વધુ પ્રમાણમાં હોવાથી તમામ લોકોનું રસીકરણ કરવું આવશ્ક છે.

જેમાં નિઝર તાલુકાના રાયગઢ ગામ અને ઉચ્છલ તાલુકાના કતાસવણ અને ભડભૂંજા ગામે ચાલતા મનરેગા યોજનાના કામોના સ્થળો પર કોરોના પ્રતિરોધક રસી અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં મામલતદાર ઉચ્છલ, મામલતદાર નિઝર, તાલુકા પ્રમુખ, ગામના સરાપંચ અને અન્ય અગ્રણિઓ હાજર રહી લોકોને સાચી સમજ આપી કોરોના પ્રતિરોધક રસી લઇ પોતાને સુરક્ષિત કરવા અપીલ કરી હતી. સાચી સમજ મેળવ્યા બાદ ગ્રામજનોએ કોરોના પ્રર્તિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...